લાહોર,તા.૧૮
પાકિસ્તાનની આર્થિક સ્થિતિ વધુ ને વધુ ડામાડોળ થઈ રહી છે. તે ચીન સહિતના દુનિયાના દેશો પાસે કટોરો લઈને રીતસરની ભીખ માંગી રહ્યું છે. તાજેતરમાં જ આઈએમએફએ પાકિસ્તાન લોન તો આપી છે પણ કેટલીક આકરી શરતો પણ મુકી છે. જેની અસર પાકિસ્તાનના અર્થતંત્ર પણ પડી શકશે.
પાકિસ્તાનમાં શેર બજાર અને તેના રૂપિયા પર પણ તેની અસર વર્તાઈ રહી છે. રૂપિયો શુક્રવારે ડોલરની તુલનાએ અત્યાર સુધીના ઇતિહાસનાં તળીયે પહોંચી ચુક્વ્યું છે. તો બીજી બાજુ પાકિસ્તાનના અધિકારીઓ પર ચા પીવા પર પણ કાપ મુકી દેવામાં આવ્યો છે.
લાહોર હાઇકોર્ટનાં અધિકારીઓ પર પ્રતિબંધ લગાવી દેવાયો છે. હવેથી તેઓ સરકારી ખર્ચ પર અધિકારી ચા નહી પી શકે. હાઇકોર્ટે કહ્યું કે, નેતા અને સરકારી બાબુ ખજાનાઓનાં રક્ષક છે. તેઓ આ સરકારી ખજાનાનો ઉપયોગ પોતાનાં વ્યકિતગત્ત ખર્ચાઓ માટે ન કરે. એટલા માટે બેઠકમાં ચા નહી પીવડાવવામાં આવે. કોર્ટ આ મુદ્દે આગામી સુનવણી ૨૩ મેનાં રોજ કરશે.
લાહોર હાઇકોર્ટના જસ્ટિસ અમીનુદ્દીન ખાસે કહ્યું કે, દેશના સંસ્થાપક મોહમ્મદ અલી જિન્નાએ પણ સરકારી ખર્ચાથી ચા પીવા પર પ્રતિબંધ લગાવી દીધો હતો. એટલા માટે આગામી સુનવણી સુધી કોઇ પ્રકારની સરકારી બેઠકમાં ચા પીરસવામાં નહી આવે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




