ગરુડેશ્વરના અકતેશ્વર ગામે સ્વચ્છતા સમર ઇન્ટર શીપનો પ્રારંભ, જિલ્લામાં યુવા મંડળો દ્વારા સફાઈ કરાશે

0
22

નહેરુ યુવાકેન્દ્ર ના સ્ટેટ ડાયરેક્ટર અનિલ કૌશિક પણ હાજર રહી સફાઈ માં જોડાયા

રાજપીપળા: સ્વચ્છ ભારત મિશન અંતર્ગત દેશમાં સફાઈ તમામ વિભાગો માટે પ્રથમ કામગીરી સફાઈ ની કરવામાં આવે છે.ત્યારે ભારત સરકાર ના યુવા કાર્યક્રમ  રમતગમત વિભાગ દ્વારા ચાલતા નહેરૂયુવા કેેન્દ્ર, નર્મદા ની કચેરી દવારા જિલ્લા યુવા સંયોજક વી.બુ. તાયાડે ના માર્ગદર્શન હેઠળ ગરુડેશ્વર તાલુકાના અકતેશ્વર ગામે પંચાયત કચેરીના હોલમાં સ્વચ્છતા સમર સેમિનારનો પ્રારંભ કરવામાં આવ્યો, જેમાં નહેરુ યુવાકેન્દ્ર ના સ્ટેટ ડાયરેક્ટર અનિલ કૌશિક ખાસ હાજર રહી સ્વચ્છતા આભીયાન માં યુવા મંડળો અને મહિલા મંડળો ગામ આગેવાનો જોડાયા જેમની સાથે તેઓએ પણ ઝાડુ પકડી પંચાયત ઘર વિસ્તારના કચરાની સફાઈ કરી હતી, આ કાર્યક્રમ માં જિલ્લા પંચાયત સદસ્યા શારદાબેન તડવી, ડીઆરડીએ ના વિશાલભાઈ, પ્રતીક્ષા પટેલ, કાજલ વસાવા સહીત ના આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા.

આ બાબતે નહેરુ યુવાકેન્દ્ર ના સ્ટેટ ડાયરેક્ટર અનિલ કૌશિકે જણાવ્યું હતું કે જો દેશમાં સવચ્છતા લાવી હશે તો પહેલા આપણું આંગણું સ્વચ્છ કરવું પડશે અને પછી ગામ, તાલુકો, જિલ્લો રાજ્ય અને દેશ આમ આ કોઈ એક વ્યક્તિનું કામ નથી પણ સમૂહ નું કામ છે જો સફાઈ પ્રત્યે ની કાળજી આપણે જ્યારથી લેતા થયા તો સમજો આ અભિયાન સફળ થયું, આ સ્વચ્છતા સમર ઇન્ટર શીપનો પ્રારંભ આમારા સ્વયં સેવકો યુવા મંડળો ગામેગામ પહોંચી સફાઈ સાથે જાગૃતિનું લાવવાનું પણ કામ કરશે, જે 31 જુલાઈ સુધી ચાલશે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY