૨૦ વર્ષ પહેલાં મલેશિયામાં દેખાયો હતો રોગ,સ્વાસ્થ્ય મંત્રીના નિર્દેશ પર એક કેન્દ્રિય ટીમ કેરળ મોકલવામાં આવી
હતીકોઝીકોડ,તા.૨૧
કેરળના કોઝિકોડ જીલ્લામાં છેલ્લા બે સપ્તાહમાં કથિત રૂપે ‘નિપાહ’ નામના વાયરસે દેખા દીધી છે. આ વાયરસની ચપેટમાં આવીને અત્યાર સુધી ૧૦થી વધુ લોકોના મોત નિપજ્યાં છે જ્યારે છ લોકોની હાલત ગંભીર બતાવવામાં આવી છે. રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી કે કે શ્યાલાએ સ્વાસ્થ્ય વિભાગના ટોચના અધિકારીઓ સાથે એક બેઠક યોજી હતી. બેઠક બાદ તેમણે કહ્યુ હતું કે, જે વાયરસથી આ બિમારી પેદા થઈ છે, તેનો પ્રકાર હજી સુધી જાણી શકાયો નથી. લોહી અને અન્ય નમૂના પૂને મોકલી આપવામાં આવ્યાં છે. થોડા દિવસમાં રિપોર્ટ સામે આવશે.
૨૦મે એ કોઝિકોડમાં એક જ સપ્તાહમાં નિપાહ વાયરસથી એક જ પરિવારના ત્રણ વ્યક્તિઓના અને અન્ય બે લોકોના મોત નિપજતાં જ રાજ્ય સરકારનો સ્વાસ્થ્ય વિભાગ હરકતમાં આવી ગયો હતો. આ વાયસરથી એક નર્સનું પણ મૃત્યું નિપજ્યું છે. રિપોર્ટ અનુંસાર હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવેલા દર્દીઓના સંપર્કમાં આવતા નર્સને તેનો ચેપ લાગ્યો હતો. વાયરસનો ચેપ આગળ ના વધે તેની સાવચેતી રાખવા મૃતક નર્સનો મૃતદેહ તેના પરિવારજનોને સોંપવામાં આવ્યો નહોતો અને હોસ્પિટલ તરફથી જ તેના તત્કાળ અંતિમ સંસ્કાર કરી દેવામાં આવ્યાં હતાં.
કોઝિકોડમાં નિપાહ નામના વાયરસે દેખા દેતા સતર્ક બનેલી રાજ્ય સરકારે તુરંત પગલા ભરતા કોઝિકોડ જીલ્લાધિકારીની અધ્યક્ષતામાં એક વિશેષ ટીમ બનાવવામાં આવી છે. સ્વાસ્થ્ય સેવા નિર્દેશક ડા, આરએલ સરિતાએ બેઠક બાદ વિશેષ ટીમ બનાવવાનો નિર્ણય લીધો હતો. કોઈ પણ પ્રકારની ઈમરજંસીની સ્થિતિને પહોંચી વળવા માટે અને તત્કાળ સારવારની વ્યવસ્થા માટે એક અલગ કાઉંટરની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડાને લખેલા પત્રમાં રામચંદ્રને જણાવ્યું છે કે, વતાકારાના કુટ્ટિયાડી અને પેરમ્બ્રા સહિતના કેટલાક વિસ્તારો આ ઘાતક યાયરસની ચપેટમાં આવી ગયાં છે. તબિબોએ વાયરસની ઓળખ નિપાહ તરીકે કરી છે. જ્યારે કેટલાક તેને જૂનોટકિ વાયરસ ગણાવી રહ્યાં છે જે ખુબ જ ઝડપથી ફેલાય છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જે પી નડ્ડાએ રાષ્ટ્રીય રોજ નિયંત્રણ કેન્દ્રના નિર્દેશકન રાજ્ય સરકારની મદદ માટે કેરળના કોઝિકોડ જવાનો આદેશ કર્યો છે. સ્વાસ્થ્ય મંત્રીના નિર્દેશ પર એક કેન્દ્રિય ટીમ કેરળ ગઈ હતી.
(જી.એન.એસ)
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






