ઘરમાં સાસુ આવતા વિફરેલા પતિનું તોફાન

0
25

સુરત, તા. ૧૬
કામરેજ તાલુકાના ઘલા ગામના નાના માછીવાડ ખાતે રહેતા પત્ïની તથા સાસુને નજીવી બાબતમાં ઢીક-મુક્કીનો માર મારી સાસુને જમણા પગે ફેક્ચર કરી પતિ ફરાર થઈ ગયો હોવાનો બનાવ કામરેજ પોલીસ મથકમાં નોધાતા ચકચાર મચી જવા પામી હતી.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મૂળ ભરૂચ જિલ્લામાં નેત્રંગ તાલુકાના ગાંધી બજાર ફળિયાના વતની અને હાલમાં કામરેજ તાલુકાના ઘલા ગામના નાના માછીવાડ વિસ્તારમાં રહેતા કાંતિભાઈ ભીખાભાઈ પટેલે ગતરોજ સવારે ૧૧ વાગ્યાના સુમારે તેમની પત્ની પુષ્પાબેન સાથે ઝઘડો કર્યો હતો અને આવેશમાં આવી ગયેલા પતિ કાંતિભાઈએ પત્ïની પુષ્પાબેનને ઢીક-મુક્કીનો માર મારી મારતા સાસુ વચ્ચે પડી છોડાવવા જતા સાસુને પણ માર મારી જમણા પગે ફેકચર કરી ફરાર થઈ ગયચા હતા. સાસુને કેમ આપણા ઘરમાં ઘૂસવા દીધી? તેમ જણાવી પત્ની પુષ્પા તથા સાસુને માર મારવામાં આવ્યો હોવાનુ પોલીસે જણાવ્યું હતું. પત્ની પુષ્પાએ પતિ વિરુદ્ધ કામરેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY