છોટાઉદેપુર પોલીસે ગુજરાતના વિવિધ જિલ્લાઓ માંથી ચોરાયેલી 16 બાઈક સાથે મધ્યપ્રદેશના 4 શખ્સોને ઝડપી પાડ્યા

0
65

છોટાઉદેપુર જિલ્લામાં તેમજ રાજ્યમાં બની રહેલા બાઈક ચોરીના બનાવોના પગલે જિલ્લા પોલીસ વડા એમ.એસ.ભાભોર, એ.એસ.પી. ધર્મેન્દ્ર શર્મા, એલ.સી.બી. પી.આઈ., એ.વી. કાટકડ નાઓએ ચોરી અટકાવવા અને ચોરોને ઝડપવા માસ્ટર પ્લાન ઘડી પોલીસની અલગ અલગ ટીમ બનાવી અઠવાડિક હાટ બજારમાં અચાનક ચેકીંગ હાથ ધરતા પાનવડ હાટ બજાર માંથી મોટી સફળતા મેળવી છે. પોલીસની ટીમને પાનવડ ગામેથી (૧) પેશન પ્રો. મોટર સાયકલ રજી. નંબર- GJ-06-FE-5364 ની સાથે પોપટભાઇ ભુવાનભાઇ મડીયા (ભીલ) ઉ.વ.૩૧ ધંધો-ખેતમજુરી રહે.મુરીયાવડા વલ્લી ફળીયા તા-કઠીવાડા જી-અલીરાજપુર (એમ.પી) નાઓને પકડી પાડેલ અને સદર મો.સા. અંગે ખાતરી કરતા તે મો.સા. વિશાલભાઇ જિતેન્દ્રભાઇ પરીખ રહે- બી.૬ ક્રીષ્‍ણાકુંજ સોસાયટી ન્યયુ સમાં રોડ વડોદરા શહેર નાઓની માલીકીની હોય અને સદર મો.સા. વડોદરા શહેરમાથી ચોરાયેલાનું જણાય આવેલ છે તેમજ (૨) સીડી ડીલક્ષ મો.સા. રજી.નંબર GJ-06-ES-7442 ની સાથે ભલસીંગભાઇ રતનભાઇ ચૈાહાણ જમરીયા રહે-કાનપુર પટેલ ફળીયા તા-જી-અલીરાજપુર (એમ.પી) નાઓને પકડી પાડેલ અને સદર મો.સા. અંગે ખાતરી કરતા તે મો.સા. મજેશ રામ અવતાર યાદવ રહે- F-૩૪૧ કચ્છી ધામ સોસાયટી સમા વડોદરા શહેર નાઓની માલીકીની હોય અને સદર મો.સા. વડોદરા શહેરમાથી ચોરાયેલાનું જણાય આવેલ છે તેમજ (૩) સુપર સ્પેલેન્ડર મો.સા. રજી.નંબર GJ-06-FP-4630 ની સાથે રોનીતભાઇ મુકેશભાઇ તોમર ઉ.વ.૨૧ રહે.બડી સદલી તા-કઠીવાડા જી-અલીરાજપુર (એમ.પી) નાઓને પકડી પાડેલ અને સદર મો.સા. અંગે ખાતરી કરતા તે મો.સા. જયકુમાર વાસુદેવભાઇ હોટચાંદણી રહે-ધ્યેય બાર કોલોની મોતી બાગ નજીક પલેક રોડ વડોદરા શહેર નાઓની માલીકીની હોય અને સદર મો.સા. વડોદરા શહેરમાથી ચોરાયેલાનું જણાય આવેલ છે (૪) હીરો સીડી ડીલક્ષ મોટર સાયકલ રજી.નંબર-MP-09-BA-4730 ની સાથે દિનેશભાઇ રેમલાભાઇ રાવત રહે- ઇન્દી પટેલ ફળીયા તાજી- અલીરાજપુર (એમ.પી) નાઓને પકડી પાડેલ અને સદર મો.સા. અંગે ખાતરી કરતા તે મો.સા. ધર્મેન્દ્રકુમાર ગોરધનભાલ નાઇ રહે-ભીલોડા સાબરકાઠા નાઓની માલીકીની હોય અને સદર મો.સા. ભીલોડા પો.સ્ટે. સાબરકાંઠા ખાતેથી ચોરાયેલાનું જણાય આવેલ છે જેથી આ ચારેય મોટર સાયકલ સી.આર.પી.સી. એકટ મુજબ કબજે કરી પકડાયેલ આરોપીઓ તથા મુદ્દામાલ પાનવડ પો.સ્ટે. ખાતે સોંપવમાં આવેલ તેમજ અલગ-અલગ ટીમો દ્વારા હાટ બજારમા પાર્કિંગ થયેલ મો.સા. અંગે ખાતરી કરતા તેમા કુલ ૧૨ મો.સા. જેની કિ.રૂ.૨,૭૫,૦૦૦/- ની હોય જેમા દાહોટ ટાઉનમાથી, વડોદરા શહેર પાણીગેટ પો.સ્ટે. વિસ્તારમાંથી, ઉમરપાડા પો.સ્ટે. વિસ્તારમાથી, છોટાઉદેપુર ટાઉનમાથી, ગોધરા ટાઉનમાથી, વડોદરા તાલુકા પો.સ્ટે. વિસ્તારમાથી, સુરત પુનાગામ પો.સ્ટે. વિસ્તારમાંથી, જેતપુરપાવી કલારાણી ખાતેથી ચોરાયેલ મોટર સાયકલો મળી આવતા તમામ મો.સા. કબજે કરી પાનવડ પો.સ્ટે. ખાતે સોંપવામા આવેલ છે.
આમ, છોટાઉદેપુર જિલ્લા પોલીસ દ્વારા ગુજરાત રાજ્યના અલગ-અલગ પો.સ્ટે. વિસ્તારમાંથી ચોરાયેલ કુલ ૧૬ મોટર સાયકલો જેની કિ.રૂ.૩,૯૦,૦૦૦/- ની સાથે કુલ – ૪ ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા. ઉપરોકત તમામ મોટર સાયકલો ચોરી કરવામા કેટલી ગેંગ સક્રીય છે તે અંગે તપાસ થવા પોલીસ અધિક્ષકશ્રી એમ.એસ.ભાભોર નાઓએ સુચના આપતા મિલ્કત વિરૂદ્ધનો ગુનો કરતા ઇસમોમા ફફડાટ મચવા પામેલ છે.

રિપોર્ટર.નયનેશ તડવી
છોટાઉદેપુર
9099682087

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY