ન્યુ દિલ્હી,તા.૨૩
હરીયાણાની મશહૂર ડાન્સર સપના ચૌધરી રાજકારમાં એન્ટ્રી કરી શકે છે. સપના ચૌધરીના રાજકારણમાં આવવાની અટકળો ત્યારે લાગી રહી છે જ્યારે તે શુક્રવારે અચાનક કાંગ્રેસ ઓફિસમાં જાવા મળી. આ પહેલા તેણે દસ જનપથ જઈને સોનિયા ગાંધી સાથે મળવા માટેનો સમય પણ માંગ્યો.
૧૦ જનપથ પહોંચવાના કારણે થોડીવાર તો અટકળો લગાવવામાં આવી રહી હતી કે તે સોનિયા ગાંધીને મળીને આવી છે. સપના ચૌધરીએ કહ્યુ તે કાંગ્રેસ પાર્ટી માટે પ્રચાર કરી શકે છે. એબીપી ન્યૂઝ સાથેની વાતચીતમાં સપનાએ કહ્યુ હાલ તે રાજકારણમાં નહી આવે. પરંતુ તેણે કહ્યુ તે કાંગ્રેસ માટે પ્રચાર કરી શકે છે અને ભવિષ્યમાં સક્રિય રાજકારણમાં આવી શકે છે. આ બધું જ ભગવાન પર નિર્ભર કરે છે. કાંગ્રેસ કાર્યાલય પહોંચી ત્યારે તેની સાથે દિલ્લીના પૂર્વ ધારાસભ્ય જયકિશન પણ હાજર હતા.
સપનાએ કહ્યુ તે સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી, રાહુલ ગાંધીને ખૂબ પસંદ કરે છે અને મુલાકાત કરવાની ઈચ્છા પણ રાખે છે. સપનાએ કહ્યુ કાંગ્રેસે આટલા વર્ષો સુધી દેશને સંભાળીને રાખ્યો છે. સપનાએ કહ્યં જે લોકો તેના ગીતને પસંદ કરે છે જરૂરી નથી કે તે લોકો મત પણ આપે. પરંતુ તેણે પોતાનું કામ કરવું છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"