ગ્વાલિયર પાસે આંધ્ર પ્રદેશ એક્સપ્રેસ ટ્રેનમાં આગ, ચાર કોચ બળીને ખાખ

0
9

એસીમાં શોર્ટસર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ,કોઈ જાનહાનિ નહિ
ગ્વાલિયર,તા.૨૧
દિલ્હીથી વિશાખાપટ્ટનમ જઇ રહેલી આંધ્ર પ્રદેશ એક્સપ્રેસમાં ગ્વાલિયર સ્ટેશનની પાસે અચાનક આગ લાગી છે. આ દુર્ઘટનામાં કોઇપણ પ્રકારની જાનહાની થવાના સમાચાર નથી.
મળતી માહિતી પ્રમાણે દિલ્હીથી વિશાખાપટ્ટનમ જઇ રહેલી આંધ્ર પ્રદેશ એક્સપ્રેસમાં ગ્વાલિયર પાસે બિરલા નગર સ્ટેશન પાસે ઊભી હતી ત્યારે જ ટ્રેનના એસી કોચમાં અચાનગ આગ લાગી હતી. જેના પગલે ટ્રેનના કેટલાક કોચ આગમાં લપેટાઇ ગયા હતા.
સુત્રોના જણાવ્યા પ્રમાણે ટ્રેનના ચાર કોચમાં આગ લાગી હતી. સદ્દનસીબે આ ટ્રેન એ સમયે ઊભી હતી જેના કારણે ટ્રેનમાં સવાર મુસાફરોને નીચે ઉતરવાનો સમય મળ્યો હતો. આમ ટ્રેન દુર્ઘટનામાં કોઇ જાનહાની થઇ નથી. આગ લાગવાના કારણે મુસાફરોમાં ભન ફેલાયો હતો.
ટ્રેનમાં આગ વધતા જાઇને ટ્રેનમાં હાજર સ્ટાફ દ્વારા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. આશરે છથી વધારે ફાયર ફાઇટરની મદદથી આગ ઉપર કાબુ લેવામાં આવ્યો છે. જોકે, હજી સુધી આગ લાગવાનું કોઇ કારણ જાણવા મળ્યું નથી.
આ દુર્ઘટનામાં ટ્રેનના બે કોચ સંપૂર્ણ બળીને ખાખ થઇ ગયા છે. આ સાથે અનેક મુસાફરોના સમાન પણ બળીને ખાખ થઇ ગયો હતો. જાકે આ ઘટનામાં કોઇ મુસાફરને ગંભીર ઇજાઓ પહોંચી નથી.
(જી.એન.એસ)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY