રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના સ્થાપક એવા ડો.કેશવ બલીરામ હેડગેવાર જેમણે એક હિંદુ રાષ્ટ્રના સ્વપ્ન સાથે સંઘની સ્થાપના કરી હતી.તેઓએ જીવનભર સંઘના માધ્યમ થી લોકોમાં “રાષ્ટ્રવાદ” જગાડવા માટે સેવા કરી હતી.તેમના વડપણ હેઠળ બ્રિટીશ ભારત વખતે રાષ્ટ્રના નિર્માણ માટે જે બિજરોપવામાં આવ્યા હતા તેના ફળ સ્વરૂપે આજે ભારત દેશને હિંદુ સમ્રાટ સાચા રાષ્ટ્રવાદી નેતૃત્વ હેઠળ દેશને વિકાસ પથ પર લઈ જનાર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જેવા નેતા મળ્યા છે.
ડોકટરજીના હુલામણા નામથી ઓળખાતા કે.બી.હેડગેવારેજી ની પુણ્ય તીથી નિમિતે લોક્દ્રષ્ટિ ચક્ષુબેંક અને રેડક્રોસ બ્લડ બેંકના સંયુક્ત ઉપક્રમે ધરતી નગર, જળ ક્રાંતિ મેદાન પાસે ડો.પ્રફુલભાઈ શિરોયાના વડપણ હેઠળ “હેલ્થ કેમ્પ”નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૧૫૮ લોકોને વિનામૂલ્યે ચેકઅપ અને સારવાર આપવામાં આવી હતી. જેમાં વિના મુલ્યે જરૂરી દવા આપવામાં આવી હતી.
આ કાર્યક્રમ દરમ્યાન ભાવેશ માંગરોળીયા, નીલેશ વેજપરા, કિશોર પટેલ, રાજેશ મેર, ઈશ્વર બેહેરા,અને અશોકા બાડત્યા ઉપસ્થિ0ત રહયા હતા અને આ કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.
ડો.પ્રફુલ્લ શિરોયા
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




