ભારતે બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલનું કર્યું સફળ પરીક્ષણ

0
8

ન્યુ દિલ્હી,તા.૨૧
ભારતે સોમવારે બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલનું પહેલું સફળ પરીક્ષણ કર્યું. પરીક્ષણનો ઉદ્દેશ આ મિસાઇલની કાર્યકાળને ૧૦ થી ૧૫ વર્ષો સુધી વધારવાનો હતો. આ ભારત રશિયાના સંયુક્ત સાહસથી તૈયાર કરવામાં આવી છે.
ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશનના સૂત્રોએ જણાવ્યું કે ઓડિશા કિનારા પર ચાંદીપુરામાં એકીકૃત ટેસ્ટ રેન્જમાં હાજર મોબાઇલ લોન્ચરથી લગભગ ૧૦.૪૪ એ મિસાઇલનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું.
રક્ષામંત્રી નિર્મલા સીતારમણે બાલાસોરમાં આઇટીઆરથી કરવામાં આવેલા સફળ પરીક્ષણ માટે ચીમ બ્રહ્મોસ અને ડીઆરડીઓને શુભેચ્છા પાઠવી.
બ્રહ્મોસ પહેલી ભારતીય મિસાઇલ છે જેનો કાર્યકાળ ૧૦ થી ૧૫ વર્ષ સુધી વધારવામાં આવ્યો છે.
રક્ષામંત્રીએ ટિવટ કર્યું, ‘સફળ પરીક્ષણથી ભારતીય સશસ્ત્ર બળોની યાદીમાં સામેલ મિસાઇલોની પ્રતિસ્થાપન ખર્ચમાં વધારે બચત થશે.’
ભારતીય સેનાએ પોતાના શસ્ત્રાગાર માં બ્રહ્મોસની ત્રણ રેજિમેન્ટોને પહેલાથી જ સામેલ કરી લીધી હતી. દરેક મિસાઇલના બ્લોક સંસ્કરણથી લેસ છે. ભારતી સેનામાં બ્રહ્મોસના જમીન હમલો કરનાર સંસ્કરણ ૨૦૦૭થી ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
મિસાઇલમાં ખાસિયત છે કે એને ચલાવ્યા બાદ જાતે જ ઉપર અને નીચેની ઉડાન ભરીને જમીનના લક્ષ્યને નાશ કરવામાં સક્ષમ છે. આ પ્રકારે એ દુશ્મનના વાયુ રક્ષા પ્રણાલિઓથી બચી નિકળે છે.
(જી.એન.એસ)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY