ટેક્સાસ,તા.૨૧
ટેકસાસમાં થયેલા ફાયરિંગના એક કલાક બાદ જ્યોર્જિયાના કલેટનમાં પણ ગોળીબારની ઘટના બની હતી. જેમાં ૪૦ વર્ષીય એક મહિલાનું મોત થયું હતું અને અન્ય બે લોકો ઘયલ થયા હતા. કલેટન કાઉન્ટી પોલીસે એક સ્થાનિક ચેનલને જણાવ્યું હતું કે બે લોકોને ગોળી મારવામા આવી છે. જેમાં એક મહિલાનું માઉન્ટ જિયોન હાઇસ્કૂલની નજીક મોત થયું છે.
મૃતક મહિલાની છાતીમાં ત્રણ ગોળીઓ ધરબી દેવામાં આવી હતી અને તેમને પીએડ મોન્ટ હેનરી હોસ્પિટલમાં લઇ જવાઇ હતી. જ્યાં ડોકટરોએ તેમને મૃત જાહેર કર્યાં હતાં. કલેન્ટન કાઉન્ટીના ફાયર બ્રિગેડ વિભાગે જણાવ્યું હતું કે કુલ બે વ્યકિત પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું તેમને હોસ્પિટલમાં લઇ જવાયા હતા.
આ ઘટનામાં એક ત્રીજી મહિલા પણ ઘાયલ હતી. જે ગર્ભવતી છે. તેને ગોળી વાગવાની નહીં પરંતુ ધક્કો વાગવાથી ઇજા પહોંચી હતી. કલેન્ટન કાઉન્ટી પર્ફો‹મગ આર્ટ સેન્ટરમાં ગ્રેજયુએશન સેરેમની દરમિયાન આ ફાયરિંગની ઘટના બની હતી.
ટેકસાસના ફાયરિંગમાં પાક. વિદ્યાર્થિનીનું મોત આ અગાઉ શુક્રવારે અમેરિકાના ટેકસાસ રાજ્યમાં એક હાઇસ્કૂલમાં ફાયરિંગની ઘટનામાં એક પાકિસ્તાની વિદ્યાર્થિનીનું મોત થયું હતું.
ફાયરિંગની આ ઘટના અંગે ૧૭ વર્ષના વિદ્યાર્થી દિમિત્રોસ પગોર્ત્જસને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. વોશિંગ્ટન ડીસીમાં પાકિસ્તાનના દૂતાવાસે ફાયરિંગની ઘટનાને સમર્થન આપતાં જણાવ્યું છે કે પાકિસ્તાનની વિદ્યાર્થિની સબિકા શેખનું મોત થયું છે. મૃતકોમાં મહિલા પ્રોફેસર સિંથિયા ટિસ્ડેલનો પણ સમાવેશ થાય છે.
(જી.એન.એસ)
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





