ભારતીય કોલેજિયનો દિવસમાં ૧૫૦ વાર સ્માર્ટફોન ચેક કરે છે

0
12

ભારતની બે સંસ્થાએ કરેલા સર્વેક્ષણ અનુસાર,
ન્યુ દિલ્હી,તા.૨૧
ભારતની બે સંસ્થાએ કરેલા સર્વેક્ષણ અનુસાર ભારતમાં કાલેજના વિદ્યાર્થીઓ રોજ સરેરાશ ૧૫૦થી વધુ વખત સ્માર્ટફોન ચેક કરતા હોય છે. આ સર્વેક્ષણ દેશની વીસ યુનિવર્સિટીમાં કરવામાં આવ્યું હતું અને એ માટે ૨૦૦ વિદ્યાર્થીઓના ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યા હતા.
સર્વેક્ષણમાં જણાવ્યા અનુસાર કોઇ માહિતી ચૂકી ન જવાના ભયને કારણે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દિવસમાં સરેરાશ ૧૫૦થી વધુ વખત સ્માર્ટફોન ચેક કરતા હોય છે અને એની માઠી અસર એમના સ્વાસ્થ્ય અને શિક્ષણ પર પડતી હોય છે. ફક્ત ૨૬ ટકા વિદ્યાર્થીઓએ જ એવું જણાવ્યું કે તેઓ સ્માર્ટફોનનો ઉપયોગ ફોન કરવા માટે કરે છે. બાકીના બધા જ વિદ્યાર્થીઓ ફોનનો ઉપયોગ સોશિયલ નેટવર્કીગ સાઇટ એક્સેસ કરવા માટે, ગુગલ સર્ચ માટે અને ફિલ્મો જાવા જેવી પ્રવૃત્તિઓ માટે કરે છે.
ફક્ત ૧૪ ટકા જેટલા વિદ્યાર્થીઓ દિવસમાં ત્રણ કલાક કે એથી ઓછા કલાક અને ૬૩ ટકા જેટલા વિદ્યાર્થીઓ રોજના ચારથી સાત કલાક સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે.
આઘાતજનક બાબત એ જાણવા મળી કે ૨૩ ટકા વિદ્યાર્થીઓ આઠ કલાક કે એથી વધુ કલાક ફોનનો ઉપયોગ કરે છે.
(જી.એન.એસ)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY