હવે યુતિ માટે શિવસેના સાથે વાતચીત નહીં : મુનગંટીવાર

0
9

મુંબઈ,તા.૨૧
જ્યાં સુધી શિવસેના પહેલ નહીં કરે ત્યાં સુધી ભાજપ તરફથી યુતિ માટે કોઈ વાતચીત નહીં થાય, તેમ રાજ્યના નાણાં પ્રધાન સુધીર મુનગંટીવારે જણાવ્યું હતું. આવનારી લોકસભા અને વિધાનસભાની ચૂંટણી શિવસેના એકલા હાથે લડશે, તેમ સેનાએ અગાઉ જાહેરાત કરી હતી. બન્ને પક્ષોને ભેગા કરવામાં રાજ્યસ્તરે મહ¥વની ભૂમિકા ભજવતા મુનગંટીવારે કહ્યુ હતું કે ભાજપે વાટાઘાટો કરવાની કોશિશ કરી હતી, પરંતુ ઉદ્ધવ ઠાકરેના પક્ષ તરફથી કોઈ પ્રતિસાદ મળ્યો નથી. ભાજપ હંમેશાં માટે ઈચ્છે છે કે સેના સાથે રહે, પરંતુ હવે અમે યુતિ માટેની વાતચીત અમારા તરફથી કરવાનું બંધ કરી દીધું છે. જો યુતિ કરવી હશે તો હવે સેનાએ પહેલ કરવી પડશે, તેમ તેમણે જણાવ્યું હતું.
હાલમાં કેન્દ્ર અને રાજ્યમાં શિવસેના એનડીએ સાથે યુતિ ધરાવે છે. જાન્યુઆરી મહિનામાં સેનાએ જાહેરાત કરી હતી કે ૨૦૧૯ની લોકસભા અને મહારાષ્ટ વિધાનસભાની ચૂંટણીમાં તેઓ સ્વબળે લડશે. યુતિમાં હોવા છતાં વારંવાર વિરોધપક્ષની પંગતમાં બેસી જતી સેનાએ જણાવ્યું હતું કે અત્યાર સુધી અમે હિન્દુ મત વિભાજિત ન થાય તે માટે સાથે રહેતા હતા, પણ હવે આમ નહીં બને. જાકે ભાજપના સ્થાપના દિવસ નિમિત્તે રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે મુંબઈ ખાતે જણાવ્યું હતું કે સેના અમારી સાથે જાડાઈ તેમ અમે ઈચ્છીએ છીએ. મુનગંટીવાર અને ઠાકરે વચ્ચેની બેઠકો યોજી શકાય ન હતી અને તેનું કારણ ઉદ્ધવની વ્યસ્તતા બતાવવામાં આવ્યું હતું.
૨૮મી મેના રોજ પાલઘરમાં યોજાનાર લોકસભાની પેટાચૂંટણીમાં શિવસેના અને ભાજપ સાથે હોવાને બદલે એકબીજા સામે છે. મુનગંટીવારે અગાઉ જણાવ્યું હતું કે જા સેના સાથે આવવા ન ઈચ્છતી હોય તો અમે એકલા લડવા માટે સમર્થ છીએ. ભ્રષ્ટાચાર અને ગેરવ્યવસ્થાવાળા ૧૫ વર્ષના શાસન બાદ કાંગ્રેસ-એનસીપી એકસાથે ન આવવા જોઈએ.
(જી.એન.એસ)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY