ભારતને જોરદાર ઝાટકો
ન્યુ દિલ્હી,તા.૧૭
એક તરફ આફ્રિકી દેશ સેશલ્સના રાષ્ટપતિ ડૈની ફારેની ૨૫જૂને ભારતની યાત્રાની તૈયારીઓ ચાલી રહી છે, તો બીજી તરફ સેશલ્સે ભારત સાથે પોતાના ભારત સાથેની અસમ્પશન આઈલેન્ડ પર નેવલ બેઝ સ્થાપવાની સમજુતી રદ્દ કરી નાખી છે. ડેની ફારે જણાવ્યું હતું કે, તેઓ ભારતના પ્રવાસ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે આ મુદ્દે કોઈ જ ચર્ચા નહીં કરે.
સેશલ્સનું આ પગલું ભારત માટે એક રીતે ભારતના કૂટનૈતિક પ્રયાસની નિષ્ફળતાના રૂપમાં જોવામાં આવી રહ્યુ છે. સેશલ્સ દ્વારા સૈન્ય મથકની સમજુતી રદ્દ કરવાન કારણે ચીનને કાઉંટર કરવા માટે સામરીક ક્ષેત્રે પોતાના પગ પેસારો કરવાની ભારતની કવાયતને આંચકો લાગ્યો છે.
સેશલ્સના રાષ્ટપતિએ એ પણ જાહેર કર્યું છે કે, આ પ્રોજેક્ટના તમામ ઉદ્દેશ્યોનો હવે અંત આવ્યો છે. આગામી વર્ષે સેશલ્સ પોતે જ આ સૈન્ય મથકનું નિર્માણ કરશે. આગામી વર્ષે બજેટમાં અમે અસમ્પશન આઈલેન્ડ પર કોસ્ટ ગાર્ડ સુવિધાનું નિર્માણ કરવા માટે અલગ ફંડ ફાળવીશું. આ વિસ્તારમાં સેશલ્સનું પોતાનું સૈન્ય મથક હોય તે ખુબ જ જરૂરી છે.
૨૦૧૫માં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે સેશલ્સની મુલાકાતે ગયાં હતાં. તે દરમિયાન આ મહત્વપૂર્ણ સમજુતી થઈ હતી. થોડા સમય પહેલા જ વિદેશ સચિવ વિજય ગોખલેએ સેશલ્સની મુલાકાત લીધી હતી પરંતુ તે આ સમજુતીને જાળવી રાખવામાં નિષ્ફળ રહ્યાં હતાં. આ સમજુતી પર ભૂતપૂર્વ વિદેશ સચિવ એસ. જયશંકરે ફરી ચર્ચા શરૂ કરી હતી અને તેમણે હસ્તાક્ષર પણ કર્યા હતાં. જાકે તેમની સેશલ્સ મુલાકાતની સાથે જ માનવામાં આવી રહ્યુ હતું કે, આ સમજુતી હવે ટકી નહીં શકે.
સેશલ્સના મીડિયા રિપોર્ટ અનુંસાર, સરકાર આ સમજુતી તુટવા માટે વિરોધ પક્ષના ભારતીય મૂળના નેતા રામકલાવનને જવાબદાર ઠેરવી રહી છે, જેમણે ભારતની મુલાકાત બાદ આ સમજુતીને લઈને રાજી થઈ ગયાં હતાં પરંતુ પાછળથી ફરી ગયાં હતાં. આ સમજુતી વિરોધ પક્ષની મંજૂરી વગર પાસ થવી પણ મુશ્કેલ છે.
(જી.એન.એસ)
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






