તાવિશી પરેરા બની દેશની પહેલી ‘બાપ વિનાની સંતાન’

0
11

સર્ટિફિકેટમાં ખાલી રહેશે પિતાના નામની કાલમ
મદ્રાસ,તા.૨૧
તાવિશી પરેરા ભારતનું પિતા વિનાનું પહેલું બાળક છે તેવું તેના જન્મનાં પ્રમાણપત્ર પરથી કહી શકાય. મદ્રાસ હાઇકોર્ટના આદેશને પગલે તેના જન્મના દાખલામાં પિતાનાં નામનું કોલમ ખાલી રાખવામાં આવ્યું છે. તાવિશીની માતાએ પતિથી છૂટા પડયા પછી સ્પર્મ ડોનરના શુક્રાણુ દ્વારા બાળકને જન્મ આપ્યો હતો. તાવિશીનો જન્મ એપ્રિલ ૨૦૧૭માં ઇન્ટ્રાયુટેરાઇન ર્ફિટલિટી ટ્રીટમેન્ટ દ્વારા કરાયો હતો. પિતાનાં નામ વિના પોતાની પુત્રીનું જન્મનું પ્રમાણપત્ર મેળવવા માટે તાવિશીની માતા મધુમિતા રમેશે બે વખત કાનૂની લડાઈ લડવી પડી હતી, આમ ભારે કાનૂની જંગ પછી તેને પિતાનાં નામ વિનાનું બર્થ ર્સિટફિકેટ આપવામાં આવ્યું હતું.
મધુમિતા અને તેના પતિ ચરણરાજ પરસ્પર સંમતિથી છૂટાં પડયાં હતાં અને ડિવોર્સ લીધા હતા. આ પછી સિમેન ડોનરના શુક્રાણુ દ્વારા ઇન્ટ્રાયુટેરાઇન ર્ફિટલિટી ટ્રીટમેન્ટ વડે એપ્રિલ ૨૦૧૭માં તાવિશીનો જન્મ થયો હતો.
ત્રિચી કોર્પોરેશનના કમિશનરે તાવિશીના પિતા તરીકે મનીષ મદનપાલ મીણાનું નામ દર્શાવતું જન્મનું પ્રમાણપત્ર મધુમિતાને આપ્યું હતું, કારણ કે તેણે આ ટ્રીટમેન્ટ લેવામાં મધુમિતાને મદદ કરી હતી. આ પછી મધુમિતાએ પિતાનું બર્થ ર્સિટફિકેટમાંથી કાઢી નાખવા સત્તાવાળાઓનો સંપર્ક કર્યો હતો. આ વખતે નામમાં કોઈ ભૂલ હોય તો તે સુધારી શકાય તેવું કારણ દર્શાવીને પિતાનું નામ કાઢી નાખવા સત્તાવાળાઓએ ઇનકાર કર્યો હતો.
મીણા અને મધુમિતાના પૂર્વ પતિ ચરણરાજે કોર્ટમાં એવી એફિડેવિટ કરી હતી કે તેઓ બંનેમાંથી કોઈપણ તાવિશીના પિતા નથી. આ પછી સ્પર્મ ડોનરના શુક્રાણુથી બાળકનો જન્મ થયો છે તેવું પુરવાર થતાં જસ્ટિસ એમ. એસ. રમેશે મધુમિતાની માગણી માન્ય રાખી હતી.
(જી.એન.એસ)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY