શ્રીદેવીએ દારૂ પીધેલો હોવાથી મ.પ્રદેશ વિધાનસભામાં શ્રદ્ધાંજલિ નહીં અપાય!

0
142

ભોપાલ,તા.૨૭
પ્રખ્યાત અત્રિનેત્રી શ્રીદેવીનાં મૃત્યુ પાછળનાં તથ્યો સામે આવતા મધ્યપ્રદેશ વિધાનસભાએ તેમને શ્રદ્ધાંજલી આપવાનો પોતાનો નિર્ણય બદલી દીધો છે. શ્રીદેવી ઉપરાંત વરિષ્ઠ નેતા અભિનેતા શશિ કપૂરનું નામ પણ શ્રદ્ધાંજલીની યાદીમાંથી હટાવી લીધું છે. ઉલ્લેખનીય છે કે વિધાનસભાનાં પહેલા દિવસે નિધન પામેલ હસ્તીઓને શ્રદ્ધાંજલી આપવામાં આવે છે. સોમવારે બડેટ સત્રનો પહેલા દિવસ હતો. સોમવારે રાજ્યપાલ આનંદીબેન પટેલનું ભાષણ હતું, તેથી સદનમાં શ્રીદેવી અને શશિ કપૂરનાં નિધનનો ઉલ્લેખ ન કરાયો.
મંગળવારે દજે કાર્ય કરવાનું હતું તેની યાદી બનાવવામાં આવી તેમાં પૂર્વ વિધાનસભા ધ્યક્ષ શ્રીનિવાસ તિવારી ઉપરાંત અન્ય ૧૧ લોકોનાં પણ નામ હતાં. જેમાં ફિલ્મ અભિનેતા શશિ કપૂર અને અભિનેત્રી શ્રીદેવીનું નામ પણ હતું. પરંતુ બપોર પછી ખબર મળી કે શ્રીદેવીનું મૃત્યુ બાથટબમાં ડૂબી જવાથી થયું છે. તેમની પોસ્ટમાર્ટમ રિપોર્ટમાં પણ સ્પષ્ટ થઈ ગયું છે કે શ્રીદેવીનું નિધન થયું તેની પહેલા તેમણે દારૂ પીધો હતો. એવામાં બીજેપીનાં નેતાઓએ આ યાદીમાંથી શ્રીદેવીનું અને શશિ કપૂરનું નામ હટાવી દીધું હતું. જા કે એ અંગે જાણકારી નથી આપવામાં આવી કે શશિ કપૂરનું નામ શા માટે યાદીમાંથી હટાવી દેવામાં આવ્યું છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY