મુંબઈ,તા.૨૧
વરુણ ધવન અને આલિયા ભટ્ટ જેવાં ટોચના કલાકારો આપનારા અને કભી ખુશી કભી ગમ જેવી સુપરહિટ ફિલ્મો આપનારા ટોચના ફિલ્મ સર્જક કરણ જાહરે કહ્યુ હતું કે હું સલમાન ખાન સાથે ટક્કર ન લઇ શકું. ધર્મા પ્રોડક્શન્સ દ્વારા નવોદિતોની પ્રતિભા પારખીને તેમને તક આપનારા અને હિટ ફિલ્મો આપીને એક નવો ઇતિહાસ રચનારા આ ફિલ્મ સર્જકે કહ્યુ કે હું સલમાન સાથે ટક્કર ન લઇ શકું. એ ખરા અર્થમાં સુપર સ્ટાર છે. વાત એવી હતી કે કરણના બેનર તળે બનેલી ફિલ્મ લસ્ટ સ્ટોરીઝ જૂનની ૧૫મીએ રજૂ થવાની હતી. યોગાનુયોગે સલમાનની રેસ થ્રી જૂનની પંદરમીએ ઇદ પર રજૂ થવાની છે.
કરણે તરત લસ્ટ સ્ટોરીઝની રિલિઝ ડેટ બદલાવવાની જાહેરાત કરી હતી. એણે કહ્યુ કે સલમાનની સાથે બોક્સ ઓફિસ પર ટક્કર લેવાનું મારી ફિલ્મનું ગજું નહીં. કરણે કહ્યુ કે સલમાન ખાન આજે એક અલગ સ્થાન પર બિરાજમાન છે. મેઇન સ્ટ્રીમ સિનેમાનો એ બેતાજ બાદશાહ છે. રેસ થ્રી એક અલગ ફ્રેન્ચાઇઝ છે અને એ ફિલ્મ એક અલગ ઊંચાઇ પર બની છે. એની સાથે ટક્કર લેવાનો સવાલ પેદા થતો નથી. એના કરતાં મારી ફિલ્મની રિલિઝ ડેટ બદલાઇ જાય તો મને વાંધો નથી. તાજેતરમાં કરણે પોતાની બોમ્બે ટોકિઝની સિક્વલ જેવી લસ્ટ સ્ટોરીઝ નામની શોર્ટ ફિલ્મનું ટ્રેલર લોંચ કર્યુ હતું અને કહ્યુ હતું કે સલમાન ખાનની સાથે ટક્કર લેવાની મારી ઇચ્છા નથી.
(જી.એન.એસ)
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





