દસ વર્ષથી ફિલ્મ ‘બદલા’ની સ્ક્રીપ્ટ મારી પાસે તૈયાર હતી : સુજાય ઘોષ

0
14

મુંબઈ,તા.૨૧
ટોચના ફિલ્મ સર્જક સુજાય ઘોષે કહ્યુ હતું કે હું અમિતાભ બચ્ચન અને તાપસી પન્નુને લઇને જે ફિલ્મ બનાવવા જઇ રહ્યો છું એની સ્ક્રીપ્ટ મારી પાસે દસ વર્ષથી તૈયાર પડી હતી. સુજાય બદલા નામની ફિલ્મ બનાવવાની તૈયારીમાં છે. આ ફિલ્મ માટે એણે પિન્કની જાડી અમિતાભ બચ્ચન અને તાપસી પન્નુને સાઇન કર્યાં હતાં. જા કે એણે કહ્યુ હતું કે મારી પહેલી પસંદ વિદ્યા બાલન હતી. એ મારી ફેવરીટ હીરોઇન છે. છએક વર્ષ પહેલાં મેં વિદ્યાનો સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો હતો. સાથોસાથ નસીરુદ્દીન શાહને લેવાની મારી ઇચ્છા હતી. અગાઉ અમિતાભ બચ્ચન અને નસીરુદ્દીન શાહ કદી સાથે જાવા મળ્યા નથી એટલે આ એક કાસ્ટિગ કૂ થવાનું હતું.
અમિતાભ બચ્ચન, વિદ્યા બાલન અને નસીરુદ્દીન શાહ. પરંતુ એ વાત શક્ય બની નહીં. ત્યારબાદ એક ઔર વિÎન આવ્યું. બદલા ટાઇટલ અન્ય ફિલ્મ સર્જકે રજિસ્ટર કરાવ્યું હતું. મારે એ ટાઇટલ જાઇતું હતું એટલે એ દિશામાં પ્રયાસો શરૃ કર્યા. એમાં દસ વરસ નીકળી ગયાં. બદલામાં બે એવા પ્રૌઢની કથા છે જે એકબીજાની સામે બદલો લેવા થનગને છે. પરંતુ ખરેખર પિસ્તોલનું ટ્રીગર દબાવવાની વેળા આવે છે ત્યારે એ બંને સમજે છે કે ખરો બદલો કોને કહેવાય અને બંનેના વિચારોમાં પરિવર્તન આવે છે. એવી કથા આ ફિલ્મમાં છે. સુજાયે હજુ જા કે નસીરુદ્દીન સાથે વાત કરી નથી.
(જી.એન.એસ)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY