ગુજરાત, યુપી, જમ્મુ કાશ્મીર સહિત ૧૭ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી

0
73

ન્યુ દિલ્હી,તા.૩
હવામાન વિભાગે સોમવારે ૧૭ રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની ચેતવણી ઉચ્ચારી છે. ચોમાસું દેશમાં ઘણા સ્થળે સક્રિય છે. ગુજરાત, આસામ, તમિલનાડુ, ઉત્તરાખંડ, જમ્મુ કાશ્મીર સહિત ૧૭ રાજ્યોમાં ભારે વરસાદ થવાની શક્્યતા છે. દેશમાં અત્યાર સુધીમાં સામાન્ય કરતાં ૭% ઓછો વરસાદ નોંધાયો છે. પૂર્વ ભારતમાં પણ આગામી દિવસોમાં ભારે વરસાદ થશે.
દેશમાં ૭% ઓછો વરસાદ, ૬ રાજ્યોમાં સામાન્ય કરતાં વધુ, ૧૮માં સામાન્ય અને ૧૨માં સામાન્યથી ઓછો આસામ અને મેઘાલયના કેટલાક સ્થળે વધુ પડતો વરસાદ થશે. પૂર્વ યુપી, બંગાળ, સિક્કીમ અને બિહારમાં ઘણો વધારે વરસાદ થવાની આશંકા છે. કાશ્મીર, હિમાચલ, પંજાબ, ઝારખંડમાં પણ ભારે વરસાદ થશે.
સોમવારે સવારે વાદળ ફાટતાં નદીમાં પૂર આવી ગયું હતું. ઘણાં મકાન પણ ધસી પડ્યાં હતાં. રસ્તા અને પુલ પણ તણાઈ ગયા હતા. આ તોફાનમાં બે લોકોનાં મોત થયાં છે. ૧૦ જેટલાં ગામ પણ વાદળ ફાટતાં તણાઈ ગયાં હતાં. ભારે વરસાદને કારણે કેદારનાથ અને માનસરોવરની યાત્રાને પણ અસર પહોંચી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY