સિનેસર્જકમાં બેવકૂફી અને મૂર્ખતા હોવાં જોઇએ : રાકેશ ઓમપ્રકાશ મહેરા

0
10

મુંબઈ,તા.૨૧
રંગ દે બસંતી, ભાગ મિલ્ખા ભાગથી માંડીને મિર્ઝ્યા જેવી ફિલ્મો બનાવનારા ટોચના ફિલ્મ સર્જક કહે છે કે ફિલ્મ બનાવનારમાં બેવકૂફી અને મૂર્ખતા ભારોભાર હોવા જોઇએ. ‘આ વ્યવસાયમાં સફળતા નિષ્ફળતા જેવું કશું નથી. મારી પોતાની અડધોઅડધ ફિલ્મો બોક્સ ઓફિસ પર પીટાઇ ગઇ છે. છતાં હું ફિલ્મો બનાવ્યે જાઉં છું. જે નથી એ છે એવું ઓડિયન્સમાં મનમાં ઠસાવવાનો આ વ્યવસાય છે. ખરેખર આ સર્જનકલા સમજાવવી બહુ મુશ્કેલ છે.
હું એમ કહીશ કે સિનેમા બનાવવા માટે તમારમાં મૂર્ખતા હોવી જોઇએ’ એમ ૧૩મા હેબીટાટ ફિલ્મ્સ ફેસ્ટિવલમાં બોલતાં મહેરાએ કહ્યુ હતું. તેમણે કહ્યુ કે આ સર્જનકલા એક ઘેલછા છે. તમારામાં કશુંક કરવાની ઘેલછા હોવી જોઇએ. શૂન્યમાંથી કિલ્લા સર્જવાની તૈયારી જાઇએ. ખપી જવાની તૈયારી જોઇએ. ઘણીવાર મને પોતાને એમ થતું હોય છે કે આ હું શું કરી રહ્યો છું ? ઘણીવાર હું મોંભેર પછડાયો છું.પરંતુ ફરી ઊભો થઇને કામે લાગ્યો છું. મને ઘણીવાર લાગે છે કે તમે જેટલા જોરથી પછડાઓ એટલા વધુ સ્ટ્રોન્ગ થઇને ઊભા થતાં હો છો.
(જી.એન.એસ)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY