બિગબોસ સીઝન ૧૨ને ધમાકેદાર બનાવવા માટે ૩ મોટા બદલાવ

0
8

મુંબઈ,તા.૨૧
બિગબોસ સીઝન ૧૧ની સફળતા બાદ હવે શો મેકર્સ સીઝન ૧૨ની તૈયારીઓમાં જોરશોરથી લાગી ગયા છે. દરેક સીઝનને સુપરહીટ કરવા માટે મેકર્સ કંઈકને કંઈક બદલાવ કરતા હોય છે. જેથી નવી સીઝન પહેલાથી વધુ સફળ નીવડે. તેથી સીઝન ૧૧ કરતા સીઝન ૧૨ને ધમાકેદાર બનાવવા માટે ૩ મોટા બદલાવ કરવામાં આવ્યા છે.
બિગબોસ સીઝન ૧૨ આ વખતે એક મહિના પહેલા એટલે કે ૧ સપ્ટેમ્બરના રોજ શરૂ થશે. ગઈ સીઝન ૧ ઓક્ટોબરથી શરૂ થઈ હતી. આવામાં એક મહિના પહેલા નવી સીઝનને શરૂ કરવાથી લોકોનુ એક્સાઈટમેન્ટ વધી જશે.
બિગબોસ સીઝન ૧૧ની થીમ ‘પાડોશી આએ બજાને ૧૨’ હતી. ત્યારે સૂત્રો દ્વારા જાણવા મળ્યુ છે કે, આ વખતે જાડી માત્ર લવર્સના રૂપમા હશે. આ બાબતની હિન્ટ બિગબોસ સીઝન ૧૨ના ઓડિશન પ્રોમોમાં આપવામાં આવી છે.
સૂત્રોની માનીએ તો, થીમ જોડીદાર હશે, ઓ આ વખતે સલમાન ખાન પણ કોઈ જોડીદાર સાથે સીઝન ૧૨ને હોસ્ટ કરી શકે છે. તેને લઈને મેકર્સ દ્વારા કોઈ અધિકારીક રીતે જાહેરાત નથી કરાઈ. પરંતુ મેકર્સ શોની થીમના હિસાબે બે સેલેબ્સ પાસેથી હોÂસ્ટંગ કરાવવાનું પ્લાનિંગ કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, બિગબોસ સીઝન ૧૧ અત્યાર સુધીની સૌથી સુપરહીટ સીઝન રહી છે. ગત કેટલાક વર્ષોથી બિગબોસને સલમાન ખાન જ હોસ્ટ કરી રહ્યા છે, તો આવામાં અંદાજ લગાવાઈ રહ્યો છે કે, આ વખતે બીજું કોણ હશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY