સંજય દત્તની દીકરી ત્રિશાલાએ મેળવી માસ્ટર ડિગ્રી

0
9

મુંબઈ,તા.૨૧
બોલિવુડ એક્ટર સંજય દત્તની દીકરી ત્રિશાલા દત્તની ગણતરી ઈન્ડસ્ટ્રીઝના પોપ્યુલર સ્ટાર કિડ્‌સમાં થાય છે. ભલે ત્રિશાલા પોતાના ગ્લેમરની દુનિયાથી દૂર રાખવાનું પસંદ કરે છે, પણ સોશિયલ મીડિયા પર તે બહુ જ એક્ટિવ રહે છે. ત્રિશાલાએ હાલમાં જ પોતાના ફેન્સ સાથે પોતાની જિંદગીનું સૌથી મોટું એચિવમેન્ટ શેર કર્યું છે. સામાન્ય રીતે જાઈએ છીએ, કે સ્ટાર્સના સંતાનોની વચ્ચે બોલિવુડમાં ડેબ્યુ કરવાની સ્પર્ધા થાય છે. તેમાંથી કેટલાક તો માત્ર ૧૦ કે ૧૨ ધોરણ ભણીને જ ડેબ્યુ કરે છે. તો કેટલાક અભ્યાસ અધવચ્ચેથી છોડી દે છે. જ્યાં સ્ટાર્સ પોતાના સંતાનોને લાઈમલાઈટમાં બરાબરના જકડી રાખે છે, ત્યાં સંજય દત્તની દીકરી ત્રિશાલાએ માસ્ટર ડિગ્રી મેળવી લીધી છે. એટલું જ નહિ, હવે તે ચાર વર્ષ માટે ડોક્ટરેટનો અભ્યાસ કરવા જશે.
ન્યૂયોર્કમાં રહેતી ત્રિશાલા હોફસ્ટ્રા યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે. તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કોન્વોકેશન સેરેમનીની તસવીરો રજૂ કરી છે. આ ખાસ પ્રસંગે ત્રિશાલા માટે સ્પેશિયલ કેક તૈયાર કરવામાં આવી હતી. જેના સબ્જેક્ટનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેની તસવીરો પણ ઈન્સ્ટા પર શેર કરાઈ છે.
(જી.એન.એસ)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY