સુરત, તા. ૨૦
નેવું દિવસના વાયદે રૂ. ૨,૦૩,૨૯૯ની કિંમતનો કાપડનો જથ્થો ખરીદી પેમેન્ટના બદલે જાનથી મારી નાખવાની ધમકી આપનાર અમદાવાદના ચાર વેપારી સામે પોલીસ ફરિયાદ થઈ.
સલાબતપુરા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ બેગમપુરા રાધાક્રિષ્ણા ટેક્સટાઈલ માર્કેટમાં દુકાન ધરાવતા મહેન્દ્રકુમાર રામચંદ્ર ચાંદકે આરોપી મનીષ કેવલાની (એમ.કે. એજન્સી) કે.બી. ક્રિએશન કે. હિના, કે. સાંઈ ક્રિએશન (તમામ અમદાવાદના વેપારી) વિરુદ્ધ ફરિયાદ નોîધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપીઅોએ નેવુ દિવસમાં પેમેન્ટ કરી દેવાના વાયદે રૂ. ૨,૦૩,૨૯૯ની કિંમતનો ફેબ્રિક્સનું કાપડ ખરીદી પેમેન્ટ કરવાને બદલે ફરિયાદીને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સલાબતપુરા પોલીસે ફરિયાદ નોîધી તપાસ હાથ ધરી છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





