ઓડિશામાં મહારેલી યોજી મોદી સરકાર ચાર વર્ષની ઉજવણી કરશે

0
12

મોદીની આ રેલી એક્ટ ઈસ્ટ પોલિસી અનુસાર મહત્વની
ન્યુ દિલ્હી,તા.૨૨
સરકારના ચાર વર્ષ પૂરા થવાના અવસરે ૨૬મી મેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓડિશાના કટકમાં એક મોટી રેલી કરવાના છે.
આ દિવસે મોદી પોતાની સરકારની ચાર વર્ષની સિદ્ધિઓનો ઉલ્લેખ પણ કરશે, પરંતુ ચોથા વર્ષના જશ્નના અવસરે મોદીનું ઓડિશામાં જવુ મહત્વનું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નજર પહેલેથી જ પૂર્વ ભારત પર રહે છે. સત્તામાં આવ્યા બાદથી એક્ટ ઈસ્ટ પોલિસી અનુસાર વિકાસના એજન્ડામાં પૂર્વી ભારત સૌથી ઉપર રહ્યુ છે. મોદી વારંવાર કહેતા રહ્યા છે કે વિકાસના માનક પર પશ્ચિમ ભારતના રાજ્યોની તુલનામાં પૂર્વી ભારતના રાજ્ય ઘણા પાછળ છે, આપણે પણ સરખામણી કરવા માટે વધુ મહેનત કરવી પડશે.
તેમના એજન્ડામાં ઓડિશા સિવાય, પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ અને નોર્થ-ઈસ્ટના તમામ રાજ્ય રહે છે. હવે પોતાની સરકારના ચાર વર્ષ પૂરા થવાના અવસરે ઓડિશા પહોંચવુ તેમની આ રણનીતિ બતાવે છે.
ભાજપને લાગે છે કે કટકથી નીકળીને સંદેશની લહેર ઓડિશા સિવાય તમામ રાજ્યોમાં હશે. ઓડિશાથી તેલંગાણા અને આંધ્ર પ્રદેશ સુધી પણ મોદીના આ સંદેશની અસર હશે.
(જી.એન.એસ)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY