આ છે યૂપીમાં ભાજપ સરકાર! પૂર્વ ધારાસભ્યના પુત્રએ પોલીસ સામે પિસ્તોલ ધરી!!

0
10

લખનઉ,તા.૨
૧૪ વર્ષ સુધી વનવાસ વિતાવ્યા બાદ ઉત્તર પ્રદેશની સત્તામાં વાપસી કરનાર બીજેપીના નેતાઓ ઉપર સત્તાનો નશો માથે ચડ્યો છે. નશો એટલો બધો ચડ્યો છે કે, સામાન્ય જનતા તો શું પોલીસ પણ પરેશાન થઇ ગઇ છે. ખુદ પોલીસ કહેવા લાગી છે કે નોકરી કરવી ખુબ જ મુશ્કેલ છે. આવો જ એક કિસ્સો બારાબંકીના હેદરગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનાવ્યો છે. અંહી બીજીપી નેતાએ પોલીસ કર્મી સાથે અભદ્રતાથી વર્તન કરવા ઉપરાંત તેની સામે પિસ્તોલ ધરી દીધી હતી.
ઉત્તર પ્રદેશમાં ગુંડારાજને ખતમ કરવાના ભાજપના તમામ દાવાઓ પોકળ નીકળ્યા હતા. ગુંડાગર્દી કરતા બીજેપીના નેતા સરકારના દાવાઓ ઉપર પાણી ફેરવી દે છે. બારાબંકીના હેદરગઢ વિધાનસભા ક્ષેત્રમાં બનેલી ઘટનામાં પૂર્વ ધારાસભ્ય સુંદર લાલ દીક્ષિતના પુત્ર પંકજ દીક્ષિત પોલીસ સામે દબંગાઇ કરી હતી. પંકજ દીક્ષિત ઉપર આરોપ લગાવાવમાં આવ્યો છે કે, બીજા કોઇની જીમીન ઉપર કબજા કરાવવા માટે સત્તાનો બળ પ્રયોગ કરીને એસઆઇ શીતલા પ્રસાદ મિશ્રા ઉપર રિવોલ્વર ધરી દીધી હતી. આ ઉપરાંત પોલીસને ધમકાવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે.
આ અંગે જ્યારે પંકજ દીક્ષિત સાથે વાત કરી ત્યારે તેણે પિસ્તોલ બતાવવાની વાતનો તદ્દન નકારી કાઢી હતી. પંકજ દીક્ષિતે સત્તાનો દમ બતાવીને કહ્યુ હતું કે, હું બીજેપી નગર અધ્યક્ષ છું. મારા એક અવાજથી કાર્યકર્તાઓ રસ્તા ઉપર ઉતરી જશે. નાના કામ માટે પોલીસ સામે પિસ્તોલ કેમ ધરીશ. પંકજ દીક્ષિતે તમામ આરોપો પોલીસ કર્મચારી શીતલા પ્રસાદ મિશ્રા ઉપર ઢાળી દીધા. તેમણે કહ્યુ કે શીતલા પ્રસાદ મિશ્રાએ પૈસા લઇને એક તરફી કાર્યવાહી કરી હતી. એટલા માટે મારે અવાજ ઉઠાવવો પડ્યો અને મારા ઉપર લગાવાવમાં આવેલા બધા આરોપો ખોટા છે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY