હવાઇ મુસાફરી કરનારા માટે ખુશખબર : ૨૪ કલાકમાં ટિકિટ કેન્સલ કરો તો ચાર્જ નહીં

0
60

ટિકિટ કેન્સલ કરાવવા પર સંપૂર્ણ રિફન્ડ આપવાનું રહેશે
ન્યુ દિલ્હી,તા.૨૨
કેન્દ્ર સરકારે વિમાન કંપનીઓ દ્વારા કરવામાં આવી રહેલ આડેધડ માંગણીઓ માટે એવિએશન સેક્ટર તરફથી મોટા બદલાવની જાહેરાત કરવામાં આવી રહી છે. નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી જયંત સિન્હાએ મંગળવારે હવાઈ યાત્રીઓ માટે ઘણી ભેટોની જાહેરાત કરી છે. પેપરલેશ યાત્રા માટે ડિજિટલ યાત્રાની શરૂઆતની સાથે જ કેન્સલેશન પર પણ મોટી રાહત આપવાની જાહેરાત કરી છે. આ અંગે ૨ મહિનાની અંદર ડ્રાફ્ટ પર વિચાર કર્યા બાદ તેને લાગુ કરવામાં આવશે.
આ અંગે માહિતી આપતાં મંત્રી જયંત સિન્હાએ કહ્યુ કે, જો ફ્લાઇટ બુકિંગના ૨૪ કલાકની અંદર જ ટિકિટ કેન્સલ કરાવવામાં આવે છે તો ગ્રાહકે કોઇ પણ ચાર્જ આપવાનો રહેશે નહીં. તેમજ ચોક્કસ સમયની અંદર ટિકિટમાં ફેરફાર પણ ફ્રીમાં કરી શકાશે. તેમજ ૯૬ કલાક પહેલા ટિકિટ કેન્સલ કરાવવા પર કોઇ જ ચાર્જ લાગશે નહીં. તેમજ કેન્શલેશન ચાર્જ બેસિક ફેર અને ફ્યૂલ ચાર્જના સંયુક્ત ચાર્જથી વધુ ન હશે.
જયંત સિન્હાએ સાથે જ કહ્યુ કે, જો એરલાઇન્સ કંપનીની ભૂલના કારણે ફ્લાઈટ ડિલે થાય છે તો યાત્રીઓને વળતર આપવાનું રહેશે. તેમજ આગાલા દિવસ સુધી જો ફ્લાઈટ ડિલ થાય છે તો તેના માટે યાત્રીને હોટલમાં રોકાવવાની વ્યવસ્થા કરવાની પણ રહેશે. તેમજ વધુ ડિલેની સ્થિતિમાં જો મુસાફર જ ટિકિટ કેન્સલ કરાવશે તો તેને સંપૂર્ણ રિફન્ડ આપવાનું રહેશે.
સરકાર તરફથી એવું પણ કહેવામાં આવ્યું છે કે, દિવ્યાંગ યાત્રીઓ માટે ખાસ વ્યવસ્થા કરવાની રહેશે. તેમજ ઘરેલું યાત્રાને પેપરલેસ સુવિધા આપવા અંગે પણ કામ કરી રહી છે. જેના માટે મુસાફરોને એક યુનિક નંબર જ આપવામાં આવશે, જે એરપોર્ટ પર બતાવવાનો રહેશે. તેમજ ડિજિયાત્રા હેઠળ ઓળખ માટે આધારકાર્ડની પણ આવશ્યક્તા નથી.
આ છે પ્રસ્તાવ
– જો ટિકિટને ૨૪ કલાકમાં કેન્સલ કરાવવામાં આવે છે તો કોઇ ચાર્જ લેવામાં નહીં આવે.
-જો યાત્રીઓને ફ્લાઇટ કેન્સલ કરવાની સૂચના બે સપ્તાહ પહેલા આપવામાં આવતી નથી કે પછી શેડ્યૂલ ડિપાર્ચરના ૨૪ કલાક પહેલા સુધી કેન્સેલેશનની સૂચના આપવામાં નથી આવતી તો તેવી સ્થિતિમાં એરલાઇનના યાત્રીને બે કલાકની અંદર બીજી ફ્લાઇટ કરાવી આપવી પડશે કે પછી ટિકિટ રિફંડ આપવી પડશે.
– જો ત્રણથી ચાર કલાક મોડી ફ્લાઇટના કારણે યાત્રીની કનેÂક્ટંગ ફ્લાઇટ છૂટી જાય છે તો તેને પાંચ હજાર રૂપિયાની ચૂકવણી કરવી પડશે. જ્યારે ૪થી ૧૨ કલાક મોડી ફ્લાઇટના કારણે ૧૦ હજાર અને ૧૨ કલાકથી વધારે મોડી થાય તો ૨૦ હજાર રૂપિયાની ચૂકવણી કરવી પડશે.
– એરલાઇન અને તેના એજન્ટ સાથે મળીને બેસિક ફેર પ્લસ ફ્યૂલ ચાર્જથી વધારે કેન્સેલેશન ચાર્જ લાગશે નહીં.
(જી.એન.એસ)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY