પૌત્ર-પૌત્રી તેઓ પર બોજ બનવા જોઇએ નહિ
પૂણે,તા.૨૨
બાળકોના માતા-પિતાએ સમજવું જોઇએ નહિ કે દાદા-દાદી તેઓના બાળકોના બેબીસીટર છે. પૌત્ર-પૌત્રી, દાદા-દાદી માટે બોજ બનાવા જોઇએ નહિ આ વાતને પુણે ફેમિલી કોર્ટે કહી છે.
ખરેખર, ફેમીલી કોર્ટમાં એક મહિલાએ ભરણપોષણ માટે અરજી દાખલ કરી હતી. મહિલાએ કહ્યુ કે સાસુ-સસરા તેના બાળકોની દેખભાળ કરતા નથી. તેથી તેઓ પોતાના બાળકોને ક્રેશમાં રાખવા મજબુર છે. તેઓની આ વાત પર કોર્ટ તેઓને ફટકાર લગાવી.
કોર્ટે કહ્યુ કે પોતાના બાળકોની દેખરેખ કરવી માતા-પિતાની જવાબદારી છે. દાદા-દાદી કે નાના-નાનીની નહિ. તે લોકો વડીલ હોવાના કારણે માતા-પિતાને સપોર્ટ કરી શકે છે. અને તેઓને ગાઇડ કરી શકે છે. અને બાળકોની દેખભાળ કરવામાં મદદરૂપ થઇ શકે છે. પરંતુ તેઓના બાળકોને તેના પર બોજ બનાવા દેવા જોઇએ નહિ. દાદા-દાદી કે નાના-નાનીને બેબીસીટર બનાવી શકાય નહી કે તેઓ પોતાના આરામ મનોરંજન અને યાત્રાઓ છોડીને પોતાના પૌત્ર-પૌત્રીની દેખભાળ કરે.
(જી.એન.એસ)
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





