અમેરિકા ઇરાન પર લાવશે અભૂતપૂર્વ આર્થિક દબાણ

0
15

વાશિંગ્ટન,તા.૨૨
ઇરાન જો તેના કથિત અણુકાર્યક્રમ તેમ જ આતંકવાદી જૂથોને ટેકો આપવા સહિતની પ્રાદેશિક સ્થિરતાને જાખમમાં મૂકતી પ્રવૃત્તિઓને નહીં અટકાવે તો તેનાં પર અભૂતપૂર્વ આર્થિક દબાણ ઊભું કરવાની અમેરિકાએ ધમકી આપી હતી.
જાકે સાથે સાથે જ અમેરિકાએ ઈરાન જો તેનો અણુકાર્યક્રમ પડતો મૂકે તો ટૅક્નોલોજી ટ્રાન્સફર અને આર્થિક સહાય સહિત તેની સાથેના આર્થિક તેમ જ રાજકીય સંબંધો સુધારવાનું પણ ટ્રમ્પ વહીવટીતંત્રએ વચન આપ્યું હતું.
વિદેશ નીતિ અંગેના તેમના પહેલા મહત્વના ભાષણમાં વિદેશ પ્રધાન માઈક પામ્પિઓએ ભારત સહિત વૈશ્ર્વિક ભાગીદારો, મિત્રો અને યુરોપના સાથીદેશોનો ટેકો માગ્યો હતો.
આજે અમે જે વ્યૂહની જાહેરાત કરી રહ્યા છીએ તેમાં અમને વિશ્ર્વના અમારા મહત્વના સાથીદારો અને ભાગીદારોનો ટેકો જોઈએ છે, એમ તેમણે કહ્યુ હતું.
હું જાણું છું કે ઇરાનના પડકારોને મામલે આપણેં એકસમાન લક્ષ્ય ધરાવીએ છીએ એમ જણાવતાં તેમણે કહ્યુ હતું કે અણુધમકીઓ, આતંકવાદ, મિસાઇલ અને નિર્દોષ લોકો સાથે આચરવામાં આવતી હિંસાથી કંટાળેલા તમામ દેશોને અમે આવકારીએ છીએ.
(જી.એન.એસ)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY