ટેલિકોમ કંપનીઓને આધાર ઈ-દ્ભરૂઝ્રનો ઉપયોગ બંધ કરવા કેન્દ્રનો હુકમ

0
12

ન્યુ દિલ્હી,તા.૨૭
કેન્દ્ર સરકારે ટેલિકોમ કંપનીઓને વર્તમાન મોબાઇલ ફોન ગ્રાહકો તથા નવા કનેકશન આપવા માટે આધાર ઇ-કેવાયસી વેરિફિકેશન બંધ કરવા આદેશ કર્યો છે. સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરવાને લઇને સરકારે ટેલિકોમ કંપનીઓને આ આદેશ જારી કર્યો છે.
સુપ્રીમ કોર્ટે કાનૂની જાગવાઇના અભાવમાં તાજેતરમાં એક મહત્વપૂર્ણ ચુકાદામાં ખાનગી એકમો દ્વારા આધારનો ઉપયોગ બંધ કરવા આદેશ કર્યો હતો. સુપ્રીમ કોર્ટનો આદેશ હોવા છતાં કેટલીક ટેલિકોમ કંપનીઓ પોતાના મોબાઇલ ફોન ગ્રાહકો પાસેથી તેમજ નવા કનેકશન આપતી વખતે આધારકાર્ડનો આગ્રહ રાખતી હતી.
આ સંદર્ભમાં ટેલિકોમ વિભાગે ટેલિકોમ કંપનીઓને વિસ્તૃત દિશાનિર્દેશો જારી કર્યા છે. તેમાં કંપનીઓને આધાર દ્વારા ઇલેકટ્રોનિક મોડમાં કેવાયસીનો ઉપયોગ બંધ કરવા જણાવાયું છે અને આ આદેશોનું પાલન કરવામાં આવ્યું છે એવો રિપોર્ટ પાંચ નવેમ્બર સુધીમાં આપવા સૂચના આપી છે.
ટેલિકોમ વિભાગે ત્રણ પાનાના પરિપત્રમાં જણાવ્યું છે કે વર્તમાન ગ્રાહકોના વેરીફિકેશનની સાથે સાથે નવા મોબાઇલ સીમ કનેકશન આપવા માટે આધાર ઇ-કેવાયસીનો ઉપયોગ કરી શકાય નહીં. જાકે ટેલિકોમ વિભાગે જણાવ્યું છે કે જા ગ્રાહક નવા કનેકશન માટે સ્વેચ્છાએ આધારકાર્ડ આપે તો તેનો ઓળખ દસ્તાવેજ તરીકે ઉપયોગ કરી શકાય છે, પરંતુ તેનો ઉપયોગ ઓફલાઇન કરવાનો રહેશે.
ટેલિકોમ વિભાગે પોતાના પરિપત્રમાં જણાવ્યું છે કે સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરીને તમામ લાઇસન્સ ટેલિકોમ કંપનીઓ વેરિફિકેશનની સાથે નવા મોબાઇલ કનેકશન જારી કરવાને લઇને ભારતીય વિશિષ્ટ ઓળખ પ્રાધિકરણ (યુઆઇડીએઆઇ)ની આધાર ઇ-કેવાયસી સેવાનો ઉપયોગ બંધ કરશે.
પરિપત્રમાં જણાવાયું છે કે તમામ ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડર સમયબદ્ધ રીતે આ આદેશનું પાલન સુનિશ્ચિત કરશે અને આ અંગેનો રિપોર્ટ પ નવેમ્બર ર૦૧૮ સુધીમાં ટેલિકોમ વિભાગને સુપરત કરશે.
ટેલિકોમ વિભાગના જણાવ્યા અનુસાર મોબાઇલ ગ્રાહકો માટે વૈકલ્પિક ડિજિટલ પ્રક્રિયાનું પણ સૂચન કરવામાં આવ્યું છે. તેમાં કસ્ટમર એક્ઝિવિશન ફોર્મની સાથે ગ્રાહકની લાઇવ તસવીર અને ઓળખ તેમજ સરનામા માટે સ્કેન કરેલી કોપીનો ઉપયોગ કરી શકાશે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY