પોઇચા રાજપીપલા હાઇવે પર દસ લાખની લૂંટના આરોપીના પાંચ દિવસના રિમાન્ડ મંજુર 

0
25

આરોપી ને પકડયા બાદ બાકીના રૂપિયા રિકવર કરવા અને આ નાટક માં એની સાથે અન્ય કોઈ સામેલ છે કે  કેમ તે માટે કોર્ટે રિમાન્ડ મંજુર કર્યા 

રાજપીપળાા: ડભોઈ તાલુકાના મંડાળા ગામની માં શક્તિ કોટન મિલમાં સુપરવાઇઝર તરીકે કામ કરતા ફરિયાદી કિશોર તારાચંદ શર્મા ડભોઈ થી બાઈક પર વિમલના થેલામાં 10 લાખ રૂપિયા રોકડા લઈ રાજપીપલા આવતા હતા તે સમયે પોઇચા રાજપીપલા હાઇવે પર પાછળ થી બાઈક પર આવતા બે યુવાનો એ ફરિયાદીની બાઈકને લાાત મારતા તે રોડ પર પડી જતા બંને લૂંટારાઓ 10 લાખ લઈને નાસી છૂટ્યા હોવાની ફરિયાદ કિશોર શર્મા એ રાજપીપલા પોલીસ સ્ટેશને આપતા પોલીસેે ગુનો નોંધી બે અજાણ્યાા બાઈક પર આવેલા લૂંટારા ની શોધખોળ શરુ કરી હતી

આ ઘટના બાદ એલ સી બી અને એસ ઓ જી ની બે ટિમો એ તપાસ કરતા પોલીસે ફરિયાદી ના રાજસ્થાન ખાતે ના મકાન પાસે સાત દિવસ વોચ રાખતા આ મહાશય નવી બાઈક,એલ ઈ ડી ટી વી મોબાઈલ સહિતની નવી ખરીદી કરી નવા મકાન નું બાંધકામ કરાવતો હોવાનું જોવા મળતા પોલીસ ને માહિતી મળતા એના ઘરમાં જડતી લેતા ઘરમાંથી કુલ રૂપિયા 3.70 લાખ મળી આવ્યા હતા જે પોલીસે કબ્જે કરી ફરિયાદી નું નિવેદન લેતા તેને પોતે લૂંટનો બનાવ ઉપજાવી કાઢેલ હોય અને દસ લાખ રૂપિયા પોતે ડભોઈ નજીક આવેલા એક નીલગીરી ના ઝાડ નીચે સંતાડયા હોવાની કબૂલાત કરતા તેની અટક કરી ત્યાર બાદ પોલીસે 3.70 લાખ મેળવી દસ લાખ પૈકીના બાકીના રૂપિયા ક્યાં છે અને એની સાથે આ લૂંટ ના સડયંત્ર માં અન્ય કોઈ સામીલ છે કે કેમ એ બાબતે વધુ તપાસ માટે આરોપીને કોર્ટ માં રજુ કરી રિમાન્ડ ની માંગ કરતા સેસન્સ કોર્ટે આરોપીના પાંચ દિવસ ના રિમાન્ડ મંજુર કર્યા હતા એમ એલ સી બી પી એસ આઈ એ ડી મહંતે જણાવ્યું હતું .

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY