તળાજા અને ગારીયાધાર ખાતે તાલુકા પંચાયત કચેરીના નવનિર્મિત મકાન નો લોકાર્પણ કાર્યક્રમ

0
41

આ પ્રસંગે માન શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યુ હતું કે તળાજા તાલુકા પંચાયતનું ભવન રૂપિયા ૨.૪૦ કરોડના ખર્ચે બન્યુ છે લોકોની સમસ્યાઓનો ઉકેલ લાવવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. તેમણે ઉપસ્થિત લોકોને પાણી બચાવવા અને પક્ષાપક્ષી થી ઉપર ઉઠીને સૌનો સાથ સૌનો વિકાસ ના મહામંત્રને ઉપાડી લેવા હાંકલ કરી હતી.
આ પ્રસંગે ગુજરાત હાઉસિંગ બોર્ડના ચેરમેન મહેન્દ્રસિંહ સરવૈયા, સાંસદ ડો. ભારતીબેન શિયાળ, ધારાસભ્ય ભીખાભાઈ બારૈયા, કનુભાઈ બારૈયા, જિલ્લા પંચાયતના પ્રમુખ સંજયસિંહ સરવૈયા, સુરતના ભુતપુર્વ ધારાસભ્ય જનક પટેલ, ભાવનગર મ્યુ. કોર્પો. ના મેયર નિમુબેન તથા પદાધિકારીઓ, જિલ્લા વિકાસ અધિકારી વરૂણકુમાર બરનવાલ, તાલુકા વિકાસ અધિકારી પ્રદિપસિંહ વાળા, તાલુકા પંચાયત પ્રમુખ, નગરપાલિકા પ્રમુખ સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌએ સરતાનપર ગામના મ્રુતકોના આત્માની શાંતિ અર્થે બે મીનીટનું મૌન પાળ્યુ હતુ.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY