ઓરી અને રુબેલા રોગ વિરોધી રક્ષણ આપવા માટે વિરમગામ સહિત સમગ્ર અમદાવાદ જિલ્લામાં– ઓરી અને રુબેલાની રસી શાળા તથા આંગણવાડી કેન્દ્ર પર માઇક્રો૫લાન મુજબ તા.૧૬ મી જુલાઇ થી આરભ થયેલ છે. આ અભિયાન અંતર્ગત ૯ મહિનાથી ૧પ વર્ષના તમામ બાળકોનેરસી આપવામાં આવી રહી છે. . ઓરી રોગ ની નાબુદી અને રુબેલા ને નિયત્રિત કરવા માટે ૯ મહીના થી ૧૫ વર્ષ સુધીના બાળકો ને આ રસી આાપવી અત્યત આવશ્યક છેતા.૧૬ જુલાઇ થી તા.૨૧ જુલાઇ સુધીના પ્રથમ સપ્તાહમા અમદાવાદ જીલ્લાના ૮૫૩૬૯ બાળકોને રસી આપવામા આવી છે. શિક્ષકો, વાલીઓ, આરોગ્ય કર્મીઓ એ ઉત્સાહ સાથે સરાહનીય કામગીરી કરી છે.
ઓરી એક જીવલેણ રોગ છે. જે વાઇરસ દ્રારા ફેલાય છે. બાળકોમા ઓરીના લીધે વિકલાંગતા અને અકાળે મૃત્યુ થઇ શકે છે. તેમજ રુબેલા એક ચેાપી રોગ છે. જે વાઇરસ દ્રારા ફેલાય છે. રુબેલાના લક્ષણ ઓરી રોગ જેવા હોઇ શકે છે. તે છોકરો અને છોકરી બન્ને ને ચેપગ્રસ્ત બનાવી શકે છે. જો કોઇ સ્ત્રી ગર્ભાવસ્થા ના આરભિક તબકકામા તેનાથી ચેપગ્રસત બને તો કંજેનિટલ રુબેલા સિન્ડ્રોમ થઇ શકે છે. જે તેના ગર્ભ અને નવજાત શીશુ માટે ઘાતક સાબીત થઇ શકે છે.

અમદાવાદ જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધીકારી ડો. શિલ્પા યાદવ અને જિલ્લા આર.સી.એચ.ઓ ડો.ગોત્તમ નાયકે જણાવ્યુ હતુ કે, આ રસી સપુર્ણપણે સુરક્ષીત છે અને તેની કોઇ આડઅસર થતી નથી. બાળકો ને આ રસી યોગ્ય લાયકાત ધરાવતા ફિમેલ હેલ્થ વર્કર દ્રારા આપવામા આવે છે. આ સામુહીક અભિયાન મા આમ જનતા ને તેઓની ભાગીદારી સુનિશ્રિચત કરવા અનુરોધ કર્યો હતો જિલ્લા મા રસીના કારણે કોઇ આાડઅસર જોવા મળેલ નથી. જેથી વાલીઓએ અંધશ્રધ્ધ કે અફવાઓથી દુર રહી પોતાના બાળકોને રસી અપાવે તે ધણુ ઉચીત છે. અમદાવાદ જિલ્લા પચાયતના પ્રમુખ જીતેન્દ્રસિહ ચોહાણે સરપચોને પત્ર પાઠવીને તેઓના ગામમા કોઇ પણ બાળક ઓરી-રુબેલાની રસીથી વચીત ન રહે તે માટે લક્ષ આપીને ગામના તમામ બાળકો રક્ષીત થાય તે માટે જાહેર અપીલ કરેલ છે.

વિરમગામ વંદના વાસુકિયા
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટેમાનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરોMo. 9978406923 PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"




