યોજાનારા કાર્યક્રમને અનુલક્ષીને ટ્રાફિક ડાયવર્ટ કરાયો

0
255

૨૭મી, મેના રોજ વ્યારા તાલુકાના કસવાવ ખાતે રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની અધ્યક્ષતામાં સુજલામ સુફલામ જળ સંચય અભિયાન અંતર્ગત તળાવ ઉંડું કરવાની કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવનાર છે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જાહેરજનતા આવનારહોઇ ટ્રાફિકની સમસ્યા ન સર્જાય એ માટે તાપી જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ બી.બી.વહોનિયાએ એક જાહેરનામું બહાર પાડી તા. ૨૭/૦૫/૨૦૧૮ના રોજ ૧૦:૩૦ કલાકથી ૧૩:૩૦ કલાક સુધીમાં બેડચીત તરફથી વ્યારા તરફ આવતા ભારે તથા અતિભારે વાહનોએ બેડચીત, બુહારી, વાલોડ, બાજીપુરા થઇ બાયપાસ હાઇ-વેનો વૈકલ્પિક માર્ગપરથી તથા વ્યારાથી બેડચીત તરફ જતા ભારે તથા અતિભારે વાહનો બાયપાસ હાઇ-વે ટિચકપુરા, બાજીપુરા, વાલોડ બુહારી, બેડચીત થઇ ઉનાઇ તરફ જઇ શકશે.
આ હુકમ જિલ્લા મેજીસ્ટ્રેટ, તાપી-વ્યારા તથા જિલ્લા પોલીસ અધિક્ષક, તાપી-વ્યારા દ્વારા અધિકૃત કરેલા અધિકારી કે કર્મચારી કે પોલીસ અધિકારીને વાહન સાથે ફરજ સોંપવામાં આવેલ હોય તેવા વાહનોની અવર-જવરને આ જાહેરનામું લાગુ પડશે નહિં. સરકારી નોકર કે કામ કરતી કોઇ પણ વ્યક્તિને કે જેને ઉપરી અધિકારી ફરજ બજાવવા વાહન લઇ જવાની આજ્ઞા આપેલ હોય તેવા વાહનોની અવર-જવરને આ જાહેરનામું લાગુ પડશે નહિં. આવશ્યક સેવાના વાહનો તથા ઇમર્જન્સી સેવાઓ અને આરોગ્ય વિષયક સેવાઓને લગતા વાહનોની અવર-જવરને આ જાહેરનામું લાગુ પડશે નહિં. આ જાહેરનામું તા. ૨૭/૦૫/૨૦૧૮ના રોજ સવારે ૧૦:૩૦ કલાકથી બપોરે ૧૩:૩૦ કલાક સુધી અમલમાં રહેશે. જાહેરનામાનો ભંગ કરનાર સજાને પાત્ર થશે એમ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ તરફથી જણાવાયું છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY