રામ નવમી નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ દ્રારા ભગવાન શ્રી રામની શોભાયાત્રા યોજાઈ

0
356

ઢોલ નગારા અને ત્રાસાના તાલે રામ ભગવાનની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી…

આજ રોજ ભરૂચ શહેરમાં ભગવાન શ્રી રામચંદ્રના જન્મ દિવસ નિમિત્તે ભરૂચ જિલ્લામાં ઠેરઠેર મંદિરોમાં મહાઆરતીઓ શોભાયાત્રાના નીકળી હતી.ત્યારે ભરૂચ શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્રારા નવ દિવસ રામ ભગવાનની સ્થાપના કરવામાં આવી હતી. અને આજ રોજ રામ નવમીના દિવસે સોનેરી મહેલ ખાતે દરેક મંડળના લોકો ભેગા થઈને ઢોલ નગારા અને ત્રાસ અને ડીજેના તાલે શ્રી રામચંદ્ર ભગવાનની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ, વિશ્વ હિન્દુ પરિષદના વિરલ દેસાઈ,સ્વામી ઓમકારનાથ,દુષ્યંત સોલંકી, બીપીન પટેલ,ધર્મેશ મિસ્ત્રી,દિપક મિસ્ત્રી,દિવ્યેશ પટેલ,સહિત મોટી સંખ્યામાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગના કાર્યકરો ઉપસ્થિત રહી ભગવાન રામચંદ્રની મહાઆરતી ઉતારી શોભાયાત્રા માં જોડાયા હતાં.જુના ભરૂચના વિસ્તારોમા ફરેલ શોભાયાત્રાનું ઠેરઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું….

રિપોર્ટર:-પ્રકાશ મેકવાન,ભરૂચ.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY