વ્યસનીઓ ની તલપ જોતા વિદેશી દારૂ ન મળે તો દેશી માં કોલ્ડ્રીંક નાખી વિદેશી નો ચસ્કો પૂરો કરાય છે પરંતુ હવે દેશી દારૂ પણ મોંઘો થયાની માહિતી !!
ક્યાંક ક્યાંક ખાનગી રહે દેશી દારૂ હાલ વેચાઈ છે તેવી લોકચર્ચા ત્યારે દેશી દારૂ નો એક ગ્લાસ અગાઉ દસ રૂપિયા માં મળતો હતો જે હાલ પોલીસ ની લાલ આંખ બાદ પંદર રૂપિયે મળતો થયો હોવા છતાં વ્યસનીઓ નસો કરવા જાય છે !
રાજપીપળા:નર્મદા જિલ્લા પોલીસે સમગ્ર જિલ્લા માં દારૂ જુગાર ના ધંધા પર લાલ આંખ કર્યા બાદ લાંબા સમય થી વિદેશી દારૂ મળવો મુશ્કેલ થઈ પડ્યો છે ત્યારે જો ક્યાંક ખાનગી માં વેચાતો હોય તો બમણા ભાવ ખર્ચવા વિદેશી દારૂના વ્યસનીઓને એ પરવડે એમ ન હોવાથી હવે આવા વ્યસનીઓ દેશી દારૂમાં કોલ્ડ્રીંક નાખી વિદેશી નો શોખ પૂરો કરવા જાય છે !પરંતુ હવે દેશી દારૂ પણ દસ રૂપિયાનો એક ગ્લાસ મળતો હતો એના પંદર રૂપિયા થઈ જતા કંઈક અંશે નશેબાજો નું વ્યસન ઓછું થતું જોવા મળે છે એમ સંભળાઈ રહ્યું છે ત્યારે જો પોલીસ આજ પ્રકારે કડક વલણ જારી રાખશે તો લાંબે ગાળે વ્યસનીઓ ની સંખ્યા જરૂર ઓછી થઈ જશે જોકે ધનાઢ્ય લોકો માટે ગમે એ વસ્તુ ગમે તે ભાવે વેચાય તો કોઈ ફરક નઈ પડે પછી એ દારૂ હોય ખાદ્ય સામગ્રી હોય કે પેટ્રોલ ડીઝલ હોય પરંતુ ગરીબ અને મધ્યમ વર્ગ ની પ્રજા પર એનો ભાર જરૂર જોવા મળશે .
અત્રે ઉલ્લેખનીય છે કે આરોગ્ય ની પરમિટ પર મળતા વિદેશી દારૂ ના ભાવ લગભગ ડબલ થતા આવા પરમિટ ધારકો પણ બુટલેગરો ના શરણે ગયા હોવાની વાત નકારી ન શકાય અને બીજી બાજુ પોલીસ ની ધોસ વધતા બુટલેગરો પણ ભાવ વધારો ઝીકી બેઠા છે ત્યારે ભય એ વાત નો છ3 કે દેશી દારૂ તો ઠીક પણ કોઈ અન્ય નશા ના રવાડે ચઢે તો બકરું કાઢતા ઊંટ પેસી જાય તેવી પરિસ્થિતિ નું નિર્માણ થાય તે નકારી ન શકાય
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






