તિલકવાડા તાલુકાના ભાવપુરાનો રસિક તડવી સગીરાનું અપહરણ કરી જતા ફરિયાદ 

0
37

રાજપીપળા: નર્મદા જિલ્લા ના તિલકવાડા તાલુકાના ભાવપુરા ગામે રહેતા રસિક પરસોત્તમ તડવી નામનો યુવાન સગીરાને પટાવી લગ્ન કરવાના ઇરાદે વાલીપણા માંથી અપહરણ કરી લઈ જતા સગીરા ના પિતાએ તિલકવાડા પોલીસ સ્ટેશને ફરિયાદ આપતા પોલીસે અપહરણ કરનાર યુવક અને સગીરા ની તપાસ શરુ કરી છે તપાસ કેવડિયા ના સર્કલ ઇન્સ્પેક્ટર આર એન રાઠવા કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છેકે નર્મદા જિલ્લા માં સગીર બાળકીઓ ને લગ્ન ની લાલચે ભગાડી જવાના વધતા કિસ્સા ચિંતાજનક છે ત્યારે આ સગીરાઓ ની ઉંમર પુખ્ત થવાના એકાદ બે મહિના પહેલાજ અને યુવાનો ટાર્ગેટ બનાવી ભગાડી જતા હોય છે ત્યારબાદ પુખ્ત થતાંજ લગ્ન કરી જે તે પોલીસ મથકે હાજર થઈ જવાના કિસ્સા હાલ વધી રહ્યા છે પરંતુ કાયદાની જોગવાઈ મુજબ ભોગ બનનાર સગીર ઉંમર ની હોય અને કોઈ અને લગ્ન કરવાના ઇરાદે ભગાડી જાય ત્યારે આવા કિસ્સા માં ભગાડી જનાર યુવાન પર કાયદા મુજબ ગુનો લગાવી જો કડક કાર્યવાહી કરવામાં આવે તો આવા કિસ્સા જરૂર અટકશે

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY