યુવતીએ સેક્સ માટે સતત માંગણી કરતાં કંટાળી યુવકે આત્મહત્યા કરી

0
86

મુંબઈ,તા.૧૬
મહિલાના ત્રાસથી કંટાળીને એક યુવકે આત્મહત્યા કર્યાની ચોંકાવનારી ઘટના બહાર આવી છે. તેણે આત્મહત્યા કરતાં પહેલાં લખેલી સ્યુસાઇડનોટમાં એ મહિલાનું નામ લખ્યું હતું અને તે તેને અવારનવાર શરીરસુખની માગ પૂરી કરવા કહેતી હતી, જેનાથી કંટાળીને તે આ પગલું ભરી રહ્યો હોવાનું જણાવ્યું હતું.
પોલીસે પંચનામું કરી તેના મૃતદેહનો તાબો લઇ તે પોસ્ટમોર્ટમ માટે મોકલાવી કેસની વધુ તપાસ ચાલુ કરી હતી.
પરભણી-વસમત રોડ પર આવેલા બ્રહ્મા એપાર્ટમેન્ટમાં રહેતા સચિન મિટકરીએ રવિવારે રાતે આ અંતિમ પગલું લીધું હતું. તેણે સ્યુસાઇડ નોટમાં લખ્યું હતું કે એ મહિલાએ મારું જીવન દુષ્કર કરી નાખ્યું હતું. એ અવારનવાર મારી પાસે શરીર સુખની માગ કરતી હતી. એ માટે એ મને બહુ જ દબાણ કરતી. તેના હજી બે ત્રણ યુવકો સાથે અનૈતિક સંબંધ છે. આરોપી મહિલાએ પાંચ દિવસ પહેલાં એ યુવક સામે ગ્રામીણ પોલીસ સ્ટેશનમાં બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY