રમતોને ગુમાવો નહીં, તેનો વિકાસ કરો,ભારતની દિકરીઓ સર્વશ્રેષ્ઠ છે : મોદી

0
39

પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા ‘મન કી બાત’ દ્વારા પીએમ મોદીની નાગરિકોને અપીલ
ન્યુ દિલ્હી,તા.૨૭
નરેન્દ્ર મોદી આજે ૪૪મી વખત રેડિયો કાર્યક્રમ મન કી બાતમાં દેશની જનતા સામે પોતાના વિચાર રજૂ કર્યા હતા. જેમાં તેઓએ ખેલ પર જાર આપ્યું. તેઓએ એમ પણ કહ્યુ કે વિકાસ એડવેન્ચરના ખોળે જ જન્મ લે છે. આ ઉપરાંત તેઓએ સમુદ્રથી દુનિયાની સફર કરી આઠ માસમાં પરત ફરેલી મહિલા નેવી ટીમ તારિણીને પણ અભિનંદન આપ્યાં હતા. આ ઉપરાંત વડાપ્રધાન ફિટનેસ ચેલેન્જનો પણ ઉલ્લેખ કર્યો હતો.
વડાપ્રધાને કહ્યુ કે, “ગત મહિને જ્યારે મેં ફિટ ઈન્ડિયાની વાત કરી તો મને ખ્યાલ ન હતો કે આટલો સારો રિસ્પોન્સ મળશે. ફિટ ઈન્ડિયામાં આજ દરેક લોકો જાડાય રહ્યાં છે. અભિનેતા, જવાન, ટીચર, ખેલાડીઓ. મને ખુશી છે કે વિરાટ કોહલીએ મને ચેલેન્જ આપી છે અને મેં પણ તે ચેલેન્જનો સ્વીકાર કર્યો છે. આવી ચેલેન્જ આપણને ફિટ રાખશે.
“જે રમત ક્યારેક ક્યારેક બાળકોના જીવનનો ભાગ હતા તે આજે ઘટી રહ્યાં છે. પહેલાં બાળકો કોઈપણ ચિંતા વગર કલાકો સુધી રમતા હતા. પરિવાર પણ તેમાં સામેલ થતો હતો. ગિલ્લી દંડા, લખોટી કે લટ્ટુ, ખો-ખો હોય કે પિટ્ઠુ. આવી રમતો દેશના ખૂણે ખૂણે રમાતી હતી. અમારા દેશની વિવિધતામાં છુપાયેલી એકતા પણ આવી રમતોથી ઓળખાતી હતી. આપણામાંથી કોણ એવું હશે જેને નાનપણમાં ગિલ્લી દંડાની રમત ન રમી હોય. આ ખેલ અલગ અલગ ક્ષેત્રમાં અલગ અલગ નામે ઓળખાય છે. આંધ્રપ્રદેશમાં અલગ, ઓરિસ્સામાં અલગ. દરેક રમતની એક મૌસમ રહેતી. પતંગ ઉડાવવાનો અલગ સમય. ક્યારેક ચિંતા થાય છે કે આ રમતો ક્યાંક ખોવાય ન જાય. આજે જરૂર છે આ ખેલોને પ્રોત્સાહન આપવાની. તેના વીડિયો અને એનિમેશન પણ બનાવો. યુવાનો જોશે અને રમશે.”
આવનારી ૫ જૂને આપણો દેશ વિશ્વ પર્યાવરણ દિવસને હોસ્ટ કરશે. જલવાયુ સંરક્ષણ પર ભારત બાકીના દેશોને લીડ કરશે. વર્લ્ડ એનવાયરમેન્ટ ડેની વેબસાઈટ પર જાવ અને તેને જુઓ. પ્રકૃતિ પ્રત્યે સંવેદનશીલ હોવું, તેની રક્ષા કરવી તે આપણાં સંસ્કાર હોવા જાઈએ. છેલ્લાં કેટલાંક માસથી આપણે જોયું કે આંધી-તોફાન અને ગરમીથી જાનહાની થઈ. આપણે પ્રકૃતિની સાથે સદ્ભાવથી રહેવું પડશે. જાડાયને રહેવું પડશે.”
“હવે થોડાં દિવસો બાદ લોકો ચાંદની પ્રતિક્ષા કરશે. રમાઝાન દરમિયાન એક મહિનાના ઉપવાસ પછી ઇદનો પર્વ જશ્નની શરૂઆતનું પ્રતીક છે. આશા કરૂ છું કે ઇદનો તહેવાર સદ્ભાવના બંધનને વધુ મજબૂતી આપશે. મને આશા છે કે લોકો ઇદ પુરી ખુશીથી મનાવશે. બાળકોને સારી ઇદી પણ મળશે. તમામને મારા તરફથી શુભેચ્છા.”
(જી.એન.એસ)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY