વાશિંગ્ટન,તા.૨૭
૨૦૧૬માં અમેરિકાની રાષ્ટપતિ ચૂંટણીમાં રિપÂબ્લકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પને પડકાર આપનારી અમેરિકાની ભૂતપૂર્વ વિદેશ મંત્રી હિલેરી ક્લિન્ટન હવે રાજનીતિ છોડીને દુનિયાની સૌથી મોટી સોશિયલ નેટવ‹કગ સાઈટ ફેસબુકનું નેતૃત્વ કરવા માંગે છે.
મેસાચુસેટ્સના ડેમોક્રેટ એટાર્ની જનરલ મોરા હીલેએ જ્યારે હિલેરીને પુછ્યું કે તમે કઈ કંપનીના સીઈઓ બનવાનું પસંદ કરશે, તો જવાબમાં હિલેરીએ એક જ ઝાટકે ફેસબુકનું નામ લીધું હતું.
હાવર્ડ યુનિવર્સિટીમાં હિલેરી ક્લિટને આમ કહ્યુ હતું. તેમને અહીં રેડક્લિફ મેડલથી નવાજવામાં આવ્યા હતાં. આ પુરસ્કાર એવા લોકોને આપવામાં આવે છે, જેમને સમાજ માટે પરિવર્તનકારી અસર છોડી હોય.
હિલેરીએ ફેસબુકના સીએઓ બનવાની ઈચ્છા વ્યક્ત કરતાં કહ્યુ હતું કે, ફેસબુક દુનિયામાં સમાચારનું સૌથી મોટું પ્લેટફોર્મ છે. આપણા દેશની મોટા સંખ્યામાં લોકોને ફેસબુક મારફતે સમાચાર મળે છે. તે પછી સાચા હોય કે ખોટા.
ફેસબુક કેબ્રિજ એનાલિટિકા સ્કેંડલ બાદ પોતાના યૂઝર્સનો વિશ્વાસ પરત લાવવાનું કામ કરી રહ્યુ છે. કેમ્બ્રિજ એનાલિટિકાએ ફેસબુકના ૮.૭ કરોડ રૂપિયાનો ડેટાનો દુરૂયોગ કર્યો હતો.(જી.એન.એસ)
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





