જયલલિતાના મોત અંગે થયો નવો ખુલાસો, મળ્યું હસ્તલિખિત મેન્યૂ

0
31

ચેન્નાઈ,તા.૨૭
તમિલનાડુના દિવંગત મુખ્યમંત્રી જયલલિતાનો એક ઓડિયો ક્લિપ તેમના મોત અંગે તપાસ કરી રહેલા આયોગે શનિવારે રજૂ કર્યો હતો. આ ઓડિયો ક્લિપમાં જયલલિતા ડોક્ટર સાથે પોતાના બ્લડ પ્રેશરની જાણકારી લઇ રહ્યા હતા. આ ઓડિયો ક્લિપ તેમના મોતથી ૬૮ દિવસ પહેલાનો હોવાનું માનવામાં આવી રહ્યુ છે. આ ઉપરાંત જયલલિતાના હાથે લખાયેલું મેન્યૂ પણ સામે આવ્યું છે. ૧.૦૭ મિનિટના ઓડિયો ક્લિપમાં જયલલિતા ડોક્ટર સાથે પોતાના બ્લડ પ્રેશર અંગે પૂછતા સાંભળવા મળે છે.
તેમના પ્રશ્નના જવાબમાં ડોક્ટરે કહ્યુ હતું કે, બીપી ૧૪૦/૮૦ છે. આ ઉપર તે કહે છે કે આ મારા માટે સામાન્ય છે. ક્લિપમાં મોનિટરનો બીપનો અવાજ અને જયલલિતાની ઉધરસ પણ સાંભળવા માળે છે. તેઓ કહી રહી છે કે તેમને અવાજ સંભળાય છે જે તેમને સિનેમા ઘરોમાં દર્શકોની સીટી જેવી લાગી રહી છે. ડોક્ટરની ઓળખ કેએસ શિવકુર તરીકે કરવામાં આવી રહી છે.
એત અન્ય ૩૩ સેકન્ડની ઓડિયો પણ રજૂ કરવામાં આવ્યો છે. તેઓ શ્વાસ લેવાની તકલિફની પણ વાત કરી રહી છે. અન્નાદ્રમુક નેતાના છેલ્લા વોઇસ રેકો‹ડગને સેવાનિવૃત્ત જજ એ અરુણુગાસ્વામી તપાસ પંચે રજૂ કર્યો છે. આ પંચ જયલલિતાના મોત અંગે તપાસ કરી રહ્યુ છે. ઓડિયો ક્લિપની સાથે જયલલિતાના હાથે લખાયેલું એક મેન્યુ પણ રજૂ કર્યું છે. જે તેમને હોસ્પિટલમાં દાખલ કરાવતા પહેલાનું છે. જેમાં ક્યારે શું ખાવાનું છે એની જાણકારી હતી.
આ મેન્યૂ લીલા રંગની સાહીથી લખાયેલું છે. જયલલિતા ૨૨ સપ્ટેમ્બર ૨૦૧૬ના દિવસે એપોલો હોÂસ્પટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. તેમનું પાંચ સપ્ટેમ્બર ૨૦૧૬ના દિવસે નિધન થયું હતું.
(જી.એન.એસ)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY