મુંબઈગરાં માટે ખુશખબર : એસી લોકલ ટ્રેન માટે હવે ૩-૬ મહિનાનો પાસ પણ મળશે

0
9

મુંબઈ,તા.૨૭
પશ્ચિમ રેલવે વિભાગમાં ઉપનગરીય ટ્રેનોના નેટવર્ક પર ચર્ચગેટ અને વિરાર વચ્ચે દોડાવવામાં આવતી એરકન્ડિશન્ડ લોકલ ટ્રેનના પ્રવાસીઓ માટે આનંદના સમાચાર છે. આ ટ્રેનમાં પ્રવાસ કરનારાઓ માટે હવે ત્રણ અને છ મહિનાનો પાસ પણ ઉપલબ્ધ થશે.
હાલ આ એસી ટ્રેન માટે એક જ મહિનાનો પાસ ઈસ્યૂ કરવામાં આવે છે. એસી ટ્રેનને પ્રવાસીઓ તરફથી મળેલા જોરદાર પ્રતિસાદને પગલે ૩ અને ૬ મહિનાનો પાસ પણ ઈસ્યૂ કરવો જાઈએ એવો પ્રસ્તાવ પશ્ચિમ રેલવે દ્વારા મુખ્યાલયને મોકલવામાં આવ્યો છે.
૨૦૧૭ની ૨૫ ડિસેંબરથી પશ્ચિમ રેલવે વિભાગ પર બોરીવલીથી ચર્ચગેટ સુધી દેશની પ્રથમ એસી લોકલ ટ્રેન શરૂ કરવામાં આવી હતી. ત્યારબાદ ૨૦૧૮ના જાન્યુઆરીથી આ ટ્રેનને વિરાર સુધી લંબાવવામાં આવી હતી.
વધારે ભાડું હોવાને કારણે પ્રવાસીઓ તરફથી શરૂઆતમાં સારો પ્રતિસાદ મળ્યો નહોતો, પરંતુ ઉનાળો શરૂ થતાં એસી ટ્રેનમાં પ્રવાસ કરનારાઓની સંખ્યા વધવા માંડી હતી.
એસી લોકલ ટ્રેનમાં ચર્ચગેટથી વિરાર સુધી એક દિશાના પ્રવાસ માટે ૨૦૫ રૂપિયાનું ટિકિટ ભાડું છે. એક મહિનાના પાસ માટેનું ભાડું ૨,૦૪૦ રૂપિયા છે.
એસી ટ્રેન શરૂ કરાઈ ત્યારથી ૧૭ હજારથી વધુ પ્રવાસીઓએ એક મહિનાનો પાસ કઢાવ્યો છે તો ૮૨ હજારથી વધુ લોકોએ ટિકિટ કઢાવી છે.
(જી.એન.એસ)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY