લીંબડી માં નાદ સંહિતા સંગીત સંધ્યા ૨૦૧૮ નુ ભવ્ય આયોજન થયું

0
93

આજરોજ લીંબડી માં નાદ સંહિતા સંગીત સંધ્યા ૨૦૧૮ નું આયોજન ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી અને નાદ સંહિતા ચેરીટેબલ ટ્રસ્ટ લીંબડી ના સંયુક્ત ઉપક્રમે આયોજિત કરવામાં આવી.. આ વર્ષ ની થીમ ફોક સંગીત ની રાખવામાં આવેલી..
આ કાર્યક્રમમાં માન.કિરીટસિહ રાણા, પ્રકાશભાઈ સોની,બાબાભાઇ ભરવાડ અને શ્રી સવગુણ સમાધી સ્થાન ના મહંતશ્રી ઉપસ્થિત રહ્યા.

ગુજરાત ના ઉભરતા લોકગાયક અને પંડિત અજય ચક્રવર્તી જીના શિષ્ય શ્રી જયદેવ ગોસાઈ એ તેમના વ્રુંદની સંગતમાં સંગીત પ્રેમી જનતાને રસતરબોળ કર્યા આશરે ૪૫૦ લોકો એ આ ભવ્ય સંગીત સંધ્યા ને માણી ..
ઉપરાંત સંગીત સાધકો શ્રી સપન અંજારીયા , શ્રી જય સેવક , શ્રી માલકીયા સાહેબ ઉપસ્થિત રહ્યા
આ વખતે પણ દર વર્ષે ની જેમ સંગીત અને વિશિષ્ટ સેવા ના ભેખધારી અને લીંબડી નું ઘરેણું એવા સ્વ.શ્રી ડાયાભાઇ સાહેબ, સ્વ.ડૉ.બુચ સાહેબ , સ્વ.મનોજભાઇ રાજ્યગુરુ સાહેબ નું મરણોત્તર સન્માન કરવામાં આવ્યું
આ મરણોત્તર સન્માન લેવા માટે ત્રણેય મહાનુભાવો ના કુટુંબીજનો હાજર રહ્યા હતા
આ સંગીત સંધ્યા ૨૦૧૮ ને સફળ બનાવવા માટે નાદ સંહિતા ચેરીટેબલ ટ્રસ્ટ ના ટ્રસ્ટી ઓ સતત દોઢેક મહિનાથી પ્રયત્નશીલ હતા.

રિપોર્ટર : દિપકસિંહ વાઘેલા
લીંબડી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY