જે કર્મચારીના સંતાન ધોરણ ૧૦,૧૨ કે કોલેજના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા હોય તેવા કર્મીઓને ૧ વર્ષનો સમય આપશે
ગાંધીનગર,તા.૨૮
ગુજરાતમાં પોલીસ ડિપાર્ટમેન્ટમાં આ સપ્તાહમાં બે પરિપત્રો થયા છે. જેમાં કોઈ પણ પોલીસ સ્ટેશનમાં ૫ વર્ષથી વધુ સમયથી ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓની બદલી કરી દેવાનો આદેશ થયો છે. ઉપરાંત ટ્રાફિકમાં હોમગાર્ડ કે ટીઆરબીને ટ્રાફિક પોઈન્ટ પર ફરજ બજાવવા સિવાય કોઈ પણ પ્રકારની કામગીરી ન કરવા લેખિતમાં આદેશ થયો છે.
હોમગાર્ડ કે ટીઆરબીને કોઈપણ વાહનચાલકને રોકવા, દસ્તાવેજાની ચકાસણી કરવી કે મેમાં આપવાની સત્તા નથી. જેઓએ ફક્ત ટ્રાફિક નિયમનની કામગીરી કરવાની છે. ફરજ દરમિયાન યુનિફોર્મ અને નેમપ્લેટ સાથે સ્વચ્છ યુનિફોર્મ પહેરવા માટે સંયુક્ત પોલીસ કમિશ્નર કચેરી ટ્રાફિક અમદાવાદ તરફથી પરિપત્ર થયો છે. હોમગાર્ડ અને ટીઆરબીના કર્મચારીઓ ટ્રાફિકની કામગીરીને બદલે વાહનચાલકોને રોકવા અને હેરાન કરવા જેવી કામગીરીમાં વ્યસ્ત હોવાની અનેક ફરિયાદો થઈ રહી છે.
રાજ્યના કોઇપણ પોલીસ સ્ટેશનમાં ૫ વર્ષથી પણ વધુ સમયથી જો કોઇ પોલીસ કર્મચારી ફરજ બજાવતાં હોય તો તેવા તમામની તાત્કાલીક બદલી કરવા આજરોજ પોલીસ વડા શ્રી શિવાનંદ ઝાએ આદેશ કર્યો છે. લાંબા સમય સુધી કોઇ કર્મચારી એક જ સ્થળે ફરજ ન બજાવે તે અંગેના નિયમોને આધારે પોલીસ વડાશ્રીએ તમામ એસ.પી અને સી.પીને આવા કર્મચારીઓની ૧૫ જૂન સુધીમાં કર્મચારીની પસંદગીની અન્ય ૫ જગ્યાઓ પૈકી કોઇ એક સ્થળે બદલી કરવા હુકમ કરેલ છે. જા કે સંતાનોના અભ્યાસ સહિતાના યોગ્ય કારણા હોય તો આવા કર્મચારીઓને ચાલુ રાખવા સંબંધીત પોલીસ અધીક્ષક કે પોલીસ કમિશનર ભલામણ કરી શક્શે.
(જી.એન.એસ)
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





