નર્મદા પોલીસ ની માનવતા છલકાઈ આવી 

0
456

ભીલવસી પાસે ટ્રકની ટક્કરે ફંગોળાયેલા ઘાયલ યુવાન દર્દથી કણસતો હતો જેનીી વ્હારેેે પોલીસ પહોંચી અડધો કલાક થી ગંભીર હાલતમાં યુવાન મદદ ની રાહ જોતો હતો પણ કોઈ પહોંચ્યું નહિ, પી એસ આઈ કે.કે.પાઠકે દવાખાને પહોંચાડી માનવતા દાખવી 

રાજપીપળા: નર્મદા કવિક રિસ્પોન્સ ટિમ ના પીએસઆઇ ના માનવતા ભર્યા કામ થી આજે યુવાન ની જીન્દગી બચી, ટ્રક ચાલાક બાઈક ચાલકને ફંગોળી ગયો હતો પણ કોઈ સારવાર માટે અડધોકલાક સુધી પહોંચ્યું નહિ અને યુવાન કણસતો રહ્યો। પેટ્રોલિંગ માં નીકળેલી પોલીસ મદદે આવી એક જીવ બચાવ્યો

 શિનોર ગામનો 32 વર્ષીય સંજય મગન વસાવા બાઈક લઇ કેવડિયા બાજુ જતો હતો પરંતુ એક ટ્રક ચાલકે જેને ગરુડેશ્વર તાલુકાના ભીલવસી ગામ પાસે ટક્કર મારી ફંગોળી દીધો લગભગ 25 ફુટ દૂર બાઈક સાથે ફંગોળાયેલા આ સંજય ને પેટમાં અને માથામાં ગંભીર ઈજાઓ પહોચતા દર્દથી આ યુવાન તડપતો હતો અને કોઈ મદદે ન આવ્યું અને એ સ્થળ પર અડધો કલાક તડપતો રહ્યો ત્યારે પોસઈ કે.કે.પાઠક તથા તેમની ટિમ કેવડિયા બાજુ પેટ્રોલિંગ માટે જતા હતા ત્યારે તેમની નજર આ યુવાન પર પડી અને તુરંત ત્યાં પહોંચી જેને ગરુડેશ્વર આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે જાતે લઇ ગયા એક માનવતાનું કામ કર્યું, હાલ યુવાનની તબિયત સારી છે પેટમાં વધુ ઈજાઓ હોય સારવાર હેઠળ છે. 

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY