હું કોંગ્રેસની દયા પર નિર્ભર છું
બેંગ્લુરુ,તા.૨૮
કર્ણાટકના મુખ્યમંત્રી એચ ડી કુમારસ્વામીએ કહ્યુ હતું કે, તેમની પાર્ટી જેડીએસએ વિધાનસભાની ચૂંટણી દરમિયાન લોકો પાસે પૂર્ણ જનાદેશ માંગ્યો હતો, જે ના મળ્યો. માટે આજે તેઓ કોંગ્રેસની કૃપા પર નિર્ભર છે.
તેમણે ફરી એકવાર કહ્યુ હતું કે, ખેડૂતોના દેવા માફ કરવા એ તેમની પહેલી પ્રાથમિકતા છે કારણ કે, તેમણે વચન આપ્યું હતું. જો હું આમ કરવામાં નિષ્ફળ રહીશ તો પદ પરથી રાજીનામું આપી દઈશ.
કર્ણાટકના મુખ્યમંત્રી કુમારસ્વામીએ રાજ્યમાં સ્પષ્ટ જનાદેશ મામલે સૌપ્રથમવાર બોલતા કહ્યુ હતું કે, મારી પાર્ટીએ એકલા હાથે સરકાર નથી બનાવી. મેં લોકો પાસે સ્પષ્ટ જનાદેશ માંગ્યો હતો, કે મને તેમના સિવાય બીજા કોઈ ના દબાણમાં ન આવવા દે. પરંતુ તેમ ના થયું. આજે હું કોંગ્રેસની કૃપા પર છું. હું રાજ્યમાં સાડા છ કરોડ લોકોના દબાણમાં નથી તેમ કુમારસ્વામીએ કહ્યુ હતું.
કુમારસ્વામીએ કહ્યુ હતું કે, મારી પાર્ટીને પૂર્ણ બહુમત નથી મળ્યો, જેનો અર્થ એ થાય કે મતદાતાઓએ તેમને અને તેમની પાર્ટીને ફગાવી દીધા છે. રાજ્યના લોકોએ મને અને મારી પાર્ટી એમ બંનેને ફગાવી દીધા. મે તો જનતાને પૂર્ણ બહુમતનો આગ્રહ કર્યો હતો. મે ખેડુત નેતાઓના નિવેદનો પણ સાંભળ્યા અને એ પણ કે તેમણે મને કેટલું સમર્થન આપ્યું.
ખેડૂતો માટે તેઓ આગળ વધીને કામ કરવા તૈયાર છે. ખેડૂતોના દેવા માફી મુદ્દે મારા પર રાજીનામાની માંગણી કરવાની જરૂર નથી. ખેડૂતોની દેવા માફી એ મારી પહેલી પ્રાથમિકતા છે. શું એક સપ્તાહની રાહ ના જોઈ શકો? હજી સુધી તો કેબિનેટની રચના પણ નથી થઈ. જો આમ કરવામાં નિષ્ફળ રહીશ તો હું મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દઈશ.
(જી.એન.એસ)
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




