વડોદરા,તા.૨૩
વડોદરા શહેરના ફતેપુરા વિસ્તારમાં રહેતા ક્ષિતિજ ચૌધરી દ્વારા એમેઝોન વેબસાઈટ પર મોબાઈલ ફોન બુક કરાવ્યો હતી. જે બાદ થોડા દિવસ પછી ફોન નહીં ખરીદવા માટે ઓર્ડર કેન્સલ કરવાની રિકવેસ્ટ મુકવામાં આવી હતી. તેમ છતાંય એક વ્યક્તિ તેઓના ઘરે મોબાઇલફોન મુકવા માટે પરસાળ લઈને આવી ગયો હતો. પરસાળ આપનાર શખ્સે જણાવ્યું હતુકે તમારો ઓર્ડર બુક થઇ ગયો છે. એટલે ફોન તો તમારે લેવો જ પડશે. ત્યાર બાદ રિટર્ન પોલીસી પર જઈને રિકવેસ્ટ કરીને ફોન પરત મોકલવાનો રહેશે.
તેમ કહી ફોનનું બક્ક્સ આપું ૧૦,૦૦૦ રૂપિયા રોકડ લઈને ડિલિવરી બોય ત્યાંથી નીકળી ગયો હતો. ગ્રાહકે બોક્સ ખોલીને જાતા તેમાં ફોન ને બદલે પથ્થર મળ્યાં હતાં .જ્યારે એમેઝોન વેબસાઈટ પર જઈને તપાસ કરી કસ્ટમર કેર પર વાત કરતા ફોન નો ઓર્ડર તો કેન્સલ થયેલો હોવાનું જાણવા મળ્યું હતું. ગ્રાહક ક્ષિતિજ ચૌધરી ને લાગ્યું કે તેઓની સાથે છેતરપીંડી થઇ છે ત્યારે તેઓએ સાયબર ક્રાઇમમાં ફરિયાદ આપી હતી. ગ્રાહકના ઘરે ડમી ડિલિવરી બોય બનીને ડિલિવરી પહોંચાડી હટીમ અને રૂપિયા લઈને ઠગાઈ કરી હતી. પોલીસે હમીત મીરચાંદાની ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
(જી.એન.એસ)
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"