ભારતમાં દર વર્ષે ૪૬,૦૦૦ લોકોના સાપ કરડવાથી મરી જાય છે : રિસર્ચ

0
11

વિશ્વ આરોગ્ય સંસ્થા(હુ) એ તાજેતરમાં વર્લ્ડ હેલ્થ એસેમ્બલીમાં ઠરાવ પસાર કર્યો
ન્યુ દિલ્હી/જિનિવા,તા.૨૮
ભારતમાં દર વર્ષે ૪૬,૦૦૦ લોકો સાપ કરડવાથી મરી જાય છે. આ એક ગંભીર પ્રશ્ન છે અને સાપ કરડવાથી થતાં મૃત્યુનો આંક ઘટાડી શકાય તેમ છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (હુ)એ તાજેતરમાં યોજાયેલી વર્લ્ડ હેલ્થ અસેમ્બલીમાં એક ઠરાવ પસાર કર્યો છે અને સાપ કરડવાથી થતા મૃત્યુને અટકાવવા સંકલ્પ કર્યો છે. વિશ્વભરમાં દર વર્ષે એક લાખ લોકો સાપ કરડવાથી મરી જાય છે. જેમાં ભારતમાં ૪૬,૦૦૦ લોકો સાપ કરડવાથી મરી જાય છે. સાપ કરડવાથી થતા મૃત્યુને અટકાવવા ઓછા પ્રયત્નો થયા છે પણ આવી રીતે માનવમૃત્યુ અટકે એ જરૂરી છે.
વિશ્વનાં ૧૯૪ દેશોએ આ ઠરાવમાં સહી કરી છે. ભારતમાં ૨૦૦૧થી ૨૦૦૩ સુધી એક અભ્યાસ કર્યો હતો. આ અભ્યાસમાં જણાવ્યું હતુ કે, વર્ષે ૧૪ લાખથી ૨૮ લાખ લોકોને સાપ કરડે છે. જેમાંથી ૪૬,૦૦૦ જેટલા લોકો મૃત્યુ પામે છે.વિશ્વમાં ભારત એક એવો દેશ છે જ્યાં સાપ કરડવાથી થતા માણસોનાં મૃત્યુનું પ્રમાણ વધારે છે. આ માટેનું મુખ્ય કારણ એ છે કે, ગરીબ માણસોને તાત્કાલિક સારવાર મળતી નથી.
૨૦૧૫માં છત્તીસગઠમાં એક અભ્યાસ કરવામાં આવ્યો હતો. આ અભ્યાસમાં જાણવા મળ્યું કે, ગામડાઓમાં જ્યારે લોકોને સાપ કરડે છે ત્યારે સીધા દવાખાને લઇ જવાને બદલે સ્થાનિક ઉંટવૈદોનો સહારો લેવામાં આવે છે અને એના કારણે મહત્વનો સમય પસાર થઇ જાય છે અને જ્યારે દવાખાને દર્દી પહોંચે છે ત્યારે ઘણું મોડુ થઇ ચુક્યું હોય છે. મોટાભાગનાં દર્દીઓ દવાખાને પહોંચે તે પહેલા જ મરી જાય છે. એટલે સરકારી આંકડાઓ કરતાં સાપ કરડવાથી થતાં માનવ મૃત્યુનાં આંકડાઓ વાસ્તવમાં ઘણા વધારે છે.
(જી.એન.એસ)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY