જાહેરાત આપનારાની માહિતી નહીં મળે તો યુઝર ફરિયાદ કરી શકશે
સાન ફ્રાન્સિસ્કો,તા.૨૮
ફેસબુક અને ટિ્વટરે વિશ્વમાં ચૂંટણી અને રાજકીય જાહેરાતોના માધ્યમોથી થતી દખલગીરીને રોકવા માટે કેટલીક નવી જાહેરાતો અને આદેશ કર્યા છે. જેમાં આ નવા આદેશ પહેલા અમેરિકામાં લાગુ પાડવામાં આવશે. ૨૦૧૬ની અમેરિકના રાષ્ટપ્રમુખ માટેની ચૂંટણીમાં બોગસ પોસ્ટ અને જાહેરાતો દ્વારા રશિયાની દરમિયાનગીરી બહાર આવતા આ બંને કંપનીઓએ આવું પગલું ભર્યું છે. જેમાં જાહેરાત આપનારાની માહિતી નહીં મળે તો યુઝર તે અંગે ફરિયાદ કરી શકશે.
૨૦૧૮નું વર્ષ વિવાદોનું વર્ષ બનતું જાય છે. કેમ્બ્રિજ એનાલિટિકા મામલામાં ચારે તરફથી ઘેરાયેલ ફેસબુક સાથે જોડાયેલ વધુ એક વિવાદ સામે આવી રહ્યો છે. ફેસબુક એન્ડ્રોઈડ યુઝર્સની જાસુસી કરાવી રહ્યુ છે. ફેસબુક પોતાના યુઝર્સના ફોન કોલ અને મેસેજનો ડેટા ભેગો કરી ઉપયોગકર્તાની ફોન ઉપર કરવામાં આવતી ગતિવિધીઓ ઉપર નજર રાખી રહ્યુ છે. કેટલાક યુઝર્સે જે ડેટા ફેસબુક એકઠો કરે છે તેની તપાસ કરતા ખબર પડી કે ફેસબુક ફોનમાં રહેલ કોન્ટેકનાં નામ, નંબર, કોલ ડિટેઈલ, કયાં નંબર ઉપર કેટલી વાર વાત કરાઈ અને મેસેજ સહિતના બધા ડેટા કલેકટ કરી રહ્યુ છે.
કેમ્બ્રિજ એનાલિટિકા વિવાદમાં ફસાયા બાદ ફેસબુકની સામે નવો પ્રશ્ન ઊભો થઈ ગયેલ છે કે યુઝરના આ ડેટાને આટલી બધી માહિતી સાથે શું કામ ભેગું કરી રહ્યુ છે. એઆરએસ ટેકનિકના રિપોર્ટ મુજબ ફેસબુક એન્ડ્રોઇડ યુઝર્સના તેમના કોલ હિસ્ટ્રી અને મેસેજને એકસેસ કરવાની પરવાનગી લઈને આ ડેટા સ્ટોર કરે છે. ફેસબુકનો તર્ક છે કે યુઝરના ફોન ડેટાને કલેકટ કરીને યુઝર માટે ફ્રેન્ડ રિકમન્ડેશન અલ્ગો રિધમને બહેતર બનાવે છે સાથે બિઝનેસ કોન્ટેકટથી પર્સનલ કોન્ટેકટને અલગ કરવામાં પણ મદદ કરે છે. આ ડેટા એકસેસને લઈને જયારે વિવાદ વધ્યો તો તેના બચાવમાં ફેસબુકે જણાવેલ કે આ માહિતી સિકયોર સર્વર ઉપર અપલોડ કરવામાં આવે છે.
(જી.એન.એસ)
"વંદે માતરમ ,ભારત માતાકી જય"







