કાશ્મીરમાં પહેલાં કરતાં સ્થિતિ વધુ સારી, ૨૫૦થી વધુ આતંકીઓ સક્રિય છે

0
69

શ્રીનગર,તા.૨૪
જમ્મુ-કાશ્મીરમાં રાજ્યપાલ શાસન લાગુ થયા બાદ સેનાના એક અધિકારીએ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યુ હતું કે, રાજ્યમાં પહેલા કરતા સ્થિતિ વધારે સારી બની છે. માહોલ શાંત છે. હાલ કાશ્મીર ખીણમાં ૨૫૦-૨૭૫ આતંકવાદીઓ જ સક્રિય છે.
શ્રીનગર સ્થિત ૧૫ કોર્પ્સના કમાંડરના લેફ્ટિનેંટ જનરલ એકે ભટ્ટે કહ્યુ છે કે, ઉત્તર કાશ્મીરમાં દક્ષિણ કાશ્મીરની સરખામણીએ આતંકવાદીઓની સંખ્યા ઓછીએ. અહીં વાતાવરણ શાંત છે.
એકે ભટ્ટે કહ્યુ છે કે, પાકિસ્તાનના લોન્ચિંગ પેડથી લગભગ ૨૦૦ આતંકવાદી ભારતમાં ઘુષણખોરી કરવાની ફિરાકમાં છે. સુરક્ષાબળો સતર્ક કરી દેવામાં આવ્યા છે. પાકિસ્તાન સોશિયલ મીડિયા મારફતે જમ્મુ-કાશ્મીરમાં દુષ્પ્રચાર કરવાના પ્રયાસ કરી રહ્યુ છે.
એક સપ્તાહ પહેલા જ જમ્મુ-કાશ્મીરમાં સીઝફાયર હટાવવામાં આવ્યું હતું. ત્યાર બાદ સુરક્ષાબળોએ આતંકવાદીઓ વિરૂદ્ધ ઓપરેશન ઓલ આઉટ-૨ શરૂ કર્યું હતું. તેના થોડા જ દિવસમાં જમ્મુ-કાશ્મીરમાં ભાજપે પીડીપીને આપેલો ટેકો પાછો ખેંચી લેતા રાજ્યમાં રાજ્યપાલ શાસન લાગુ થયું હતુ. જેને લઈને સૈન્ય ઓપરેશનને વેગ મળ્યો હતો. સેનાએ જમ્મુ-કાશ્મીરમાં સક્રિય આતંકવાદીઓની એક યાદી તૈયાર કરી છે, જેમાં ટાપ-૨૧નું એક લિસ્ટ બહાર પાડવામાં આવ્યું છે. સેનાનું માનવું છે કે, આ ૨૧ આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા તો રાજ્યમાં આતંકની કમર તુટી જશે. જેમાં ૧૧ આતંકવાદીઓ હિઝબુલ મુઝાહિદ્દીનના છે, ૭ લશ્કર-એ-તોયબાના, ૨ જૈશ-એ-મોહમ્મદ અને એક આતંકી અંસાર ઉલ-હિંદનો છે. હાલ સુરક્ષાબળોનું ધ્યાન આ ૨૧ આતંકવાદીઓને ઠાર કરવા પર છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY