વિશ્વમાં આરએફઓ માટે ખતરનાક દેશ ભારત,૨૦૧૭માં ૨૯ના મોત નિપજ્યા

0
10

ઇન્ટરનેશનલ રેન્જર ફેડરેશનના આંકડા મુજબ
ન્યુ દિલ્હી,તા.૨૮
રેન્જ ફોરેસ્ટ ઓફિસર (આરએફઓ) માટે વિશ્વમાં સૌથી ખરતનાક દેશ હોય તો તે ભારત છે. ભારતનાં જંગલોની રક્ષણ કરવા માટે રેન્જ ફોરેસ્ટ ઓફિરર્સ તેમનું જીવન હોમી દે છે અને જીવ પર આવી દેશની જૈવિક સંપદાનું રક્ષણ કરે છે.
ઇન્ટરનેશનલ રેન્જર ફેડરેશનનાં આંકડા મુજબ, ૨૦૧૭ના વર્ષમાં ભારતમાં ૨૯ રેન્જ ફોરેસ્ટ ઓફિસર્સના મોત થયા હતા. જેમાં રેન્જર્સની હત્યાઓનો પણ સમાવેશ થાય છે. વિશ્વનાં કોઇ પણ દેશોમાં આટલા મોટા પ્રમાણમાં રેન્જ ફોરેસ્ટ ઓફિસર્સનીં એક વર્ષમાં હત્યાં થઇ નહોતી. આ આંકડાઓ પરથી ખ્યાલ આવશે કે, ફોરેસ્ટમાં ફ્રન્ટલાઇન પર કામ કરતાં કર્મચારીઓની જિંદગી કેટલી જાખમમાં હોય છે.
૨૦૧૨થી ૨૦૧૭નાં વર્ષ દરમિયાન ભારતમાં ૧૬૨થી લઇને ૫૨૬ રેન્જ ફોરેસ્ટ ઓફિસર્સનાં મોત (હત્યા) થયાં હતા. વિશ્વમાં આટલી મોટી સંખ્યામાં રેન્જ ફોરેસ્ટ ઓફિસર્સનીં હત્યાઓ કોઇ દેશમાં જાવા મળી નથી.
ભારત દેશમાં જંગલોનું રક્ષણ કરતા કર્મચારીઓ માટે પોચીગ કરતા લોકો, ગેરકાયદે ખનન કરતા ખાણ માફિયાઓ, લાકડા-ચોરોથી સૌથી વધારે ખતરો રહે છે. ફ્રન્ટલાઇન ફોરેસ્ટ સ્ટાફ આ બધી સમસ્યાઓનો સામનો કરી આપણા દેશના જંગલો, વન્ય-પ્રાણીઓ, નદીઓ, તળાવો અને અન્ય કુદરતી સંપદાનું જીવનાં જાખમે રક્ષણ કરે છે.
ઇન્ટરેશનલ ફોરેસ્ટ ઓફિસરનાં આકંડાઓ મુજબ, વિશ્વભરમાં દર અઠવાડીયે બે થી ત્રણ રેન્જ ફોરેસ્ટ ઓફિસર્સનાં તેમની ફરજ દરમિયાન મોત થાય છે. પર્યાવરણ અને જંગલને લગતાં સંઘર્ષો દિવસે અને દિવસે વધતા જાય છે.
(જી.એન.એસ)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY