ભોપાલ,
તા.૧૭/૪/૨૦૧૮
દેવાસનાં એક સરકારી કાર્યાલયમાં કર્મચારીઓ દ્વારા ફિલ્મનાં ગીતો પર ડાન્સ કરતો હોવાંનો એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં સરકારી ઓફિસનાં કર્મચારીઓ ઓફીસની અંદર ઠુમકા લગાવતાં હોવાંનો વીડિયો સોશયલ મીડિયા પર વાઈરલ થયો છે.
આ તમામ કર્મચારીઓ ઓફિસનું કામકાજ છોડીને તેઓ ડાન્સમાં મસ્ત બન્યાં છે. તમને જણાવી દઇએ કે આ મામલો વરિષ્ઠ અધિકારીઓની સામે આવ્યાં બાદ હવે તેઓની ઉપર કાર્યવાહી કરવાની વાત થઈ રહી છે. આ વીડિયો દેવાસ જિલ્લાનાં મહિલા બાળ વિકાસનાં ચામુંડા કમ્પ્લેક્સ ખાતે આવેલા કાર્યાલયનાં કર્મચારીઓનો છે.
અહીં એક અધિકારીનો જન્મદિવસ છે કે જેને લઇ નૃત્ય અને ગીતો સાથે તેની ઉજવણી કરવામાં આવી હતી. જા કે આ જન્મદિવસની ઉજવણીનાં હરખમાં તેઓ સરકારી કામકાજ છોડીને નાચતા દેખાયાં હતાં. મહત્વનું તો એ છે કે આ સરકારી કર્મચારીઓ ઓફિસમાં ફિલ્મી સોંગ પર ડાંસ કરતા નજરે પડે છે. પુરુષ કર્મચારીઓ તો ઠીક પણ સાથોસાથ મહિલા કર્મચારીઓ પણ ગીતોની ધૂન પર પોતાનાં પગને રોકી ના શકી. કજરારે કજરારે, હવન કરેંગે, ઘૂમ્મર, નાગીન ડાન્સ જેવાં ગીતો પર તેઓ ડાન્સ કરતાં નજરે પડયાં.
અહીં આ વિભાગની પાર્ટીમાં જ આ વીડિયો લેવામાં આવ્યો છે. પાર્ટી પણ ઓફિસમાં જ હતી અને એ પણ કામનાં સમયે. વીડિયોમાં સ્પષ્ટપણે જાઇ શકાય છે કે સરકારી કર્મચારીઓ બિન્દાસ્ત રીતે પોતાની મોજમાં મસ્તી કરી રહ્યાં હતાં. ના તો તેમને ઓફિસની ફાઈલોની ચિંતા હતી કે ના તો કોઈ ઓફિસરનો ડર. જા કે, વીડિયો વાયરલ થતાં ડી.એમ આશિષ સિંહે આ મામલે તપાસનાં આદેશ આપ્યાં અને કહ્યું કે,”જા તપાસમાં આરોપ સાચા સાબિત થશે તો જરૂરથી એક્શન લેવાશે.”
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





